એકલતા

શેર કરો

એકલતા જીવનમાં માણસ ને કોરી ખાય છે .એકલાપણું હતાશ માં ધકેલી દે છે મર્દ જેવો મરદ માણસ પણ તૂટી શકે છે. જીવનમાં સુખ કે દુઃખ હોય પણ એકલતા એ ભયંકર પીડા છે .જ્યારે કોઈ પણ વ્યક્તિ તમારા કરતાં અનહદ પ્રેમ કરતી હોય તો તમારી સાથે ખડેપગે ઊભી રહેતી હોય હર હંમેશ તમારી આસપાસ હોય તેનાં જ વિચાર અને તેના જ માં રાચતા હોય ત્યારે તે વ્યક્તિ તમને કહ્યા વગર અચાનક તમારી જિંદગી માંથી ગાયબ થઈ જાય છે ત્યારે શરીરમાં કંઈક ખૂટતું અને તુંટતુ હોય એવી વેદના થાય છે. ના કોઈને કહી શકાય કે ના સહી શકાય પરીક્ષા આપવા જેવી સ્થિતિ સર્જાઈ છે.
એકલા જીવવું એ અગ્નિ પરીક્ષા આપવા જેવી સ્થિતિ સર્જાય છે. જ્યારે કુટુંબમાં દરેક સભ્યો સાથે રહેતા હોય અને અચાનક પૌત્ર-પૌત્રી બહારગામ સેટ થવા જાય છે. ત્યારે ઘરમાં જે વ્યક્તિ રહેશે તે વ્યક્તિની એકલતા ભર્યું જીવન કેમ પસાર કરવું તેવા પ્રશ્ન થાય છે બધું જ જીવનમાં અઘરું છે. પણ તેને સમજી અને વિચારીને ચાલવું એ પણ એટલા જ હકારાત્મક વિચાર છે. જ્યારે દીકરી કે દીકરો સુખની દિશા તરફ પલાયન થઈ રહ્યા છે .ત્યારે તેનો સાથ સહકાર આપી પ્રેમથી તેમનું જીવન જીવે તેવા આશીર્વાદ આપી મોકલતા હોય છે પણ મા-બાપ કે એક હૃદય પર પથ્થર મૂકી તે સુખી થાય એવી પ્રાર્થના કરતા હોય છે. ધીરે ધીરે જીવન તો આગળ વધે છે પણ જ્યારે બેમાંથી એકની બાદબાકી થાય છે. ને ત્યારે એક જ વ્યક્તિ ઘરમાં રહી જાય છે.ત્યારે તેની વ્યથા બહુ ભારે લાગે છે વાળ સફેદ થઈ જાય છે .આંખે ધૂંધળું દેખાય છે. ધીરે ધીરે મોતિયો આવે છે .અને ત્યાર પછી કાનને પણ ઓછું સંભળાય છે. અને પગમાં તો તાકાત રહેજ નહીં બસ ત્યારે સમય ખૂબ લાંબો લાગે છે .એકલતા માનવીને માંદગીમાં સાંપડી દે છે .વધુ માંગી માં સપડાઈ જાય છે. જીવન અંધકાર મય જેવું લાગે છે .અવનવા વિચારો આવે છે બસ આ જ જીવન, જીવન ને કેમ કરીને માણી શકાય અને કેમ કરી ને જીવી શકાય આંખે દેખાય તો પુસ્તક નો સહારો લઈએ પગે ચલાય તો થોડું બહાર જઈએ, દરેકને આ માંથી પસાર થવાનું છે બસ માટે કહું છું મિત્રો પૂર આવતાં પહેલાં પાળ બાંધવી જરૂરી છે .જેમ કે ખૂબ કસરત કરો ખૂબ હસો હળવા ફૂલ બનો અને જીવન જીવો ,કડવાશ કોઈની સાથે ન બાંધો બસ જીવનને માણો અને માનતા રહો ખુશ રહો ભીંત પર એક તસ્વીર બનીને રહી જઇશું ,અને એક તસ્વીર પર સુખડનો હાર અને ચાર દીવાલ બસ આજ દરેક જીવન નો અંત છે.માટે તમને બધાને અતિ નમ્ર વિનંતી છે કોઈપણ સંબંધ સાથે કડવાશ તો બાંધો જ નહીં પ્રેમથી રહો આનંદમાં રહો ,અંતિમ સમય પર કોણ કામ લાગશે તેની કોઈ કલ્પના જ નથી ,સંબંધો તો આજે છે અને કાલે નથી એ તો પવન ના વાવાઝોડું જેવું છે હોય છે. ક્યારેક ક્યારેક સંબંધ પ્રેમનો વરસાદ કરી જાય છે અને ક્યારેક ક્યારેક એ જ સંબંધ આપણને વિખૂટા પાડી જાય છે. દરેક માનવીના જીવનની અંદર આવો ક્રમ નિત્યક્રમ ની જેમ ચાલ્યા કરે છે જીવનમાં વિવેક નું મહત્વ ઘણું છે. માનવીના જીવનમાં શણગાર કરી જાય છે…..

લિ. ગોસ્વામી ચેતના ઉર્ફે ઉર્જાLeave a Reply

Your email address will not be published. Required fields are marked *