બાળક પર થતી માઠી અસર…

શેર કરો

આજ નો બાળક આજે સાવ એકલો અટૂલો પડી ગયો છે .સ્વભાવે નિર્દોષ સાવ નિખાલસ દુનિયાદારી ની કોઈ સમજ નહીં છતાં પણ મોટા માણસ કરતા વધુ મોટો લાગે છે .કુમળા ફૂલ જેવા બાળકો આજે સાવ એકલતાનો અનુભવ કરે છે .ઘરમાં દરેક સભ્યો સાથે મળી ને રહેતા બાળકો એકબીજા સાથે ગમ્મત કરતા બાળકોની સાથે સમય પસાર કરતા હતા. પણ આજે ભૂલાઈ ગયું છે .
આજે સમયના પરિવર્તન માં કંઈક અલગ જ દુનિયા જોવા મળી રહી છે આજે મોંઘવારીના સમયમાં બાળકોને ન્યાય આપવા માટે સતત સતત માતા-પિતાનો પરિશ્રમ જોવા મળી રહ્યો છે પણ આજના આધુનિકરણ જગતમાં બાળક નો સહારો મોબાઈલ બની ગયો છે. મોબાઈલ ની ગેમ રમતા રમતા બાળકો ભૂલી ગયો કે મારે કંઈ અલગ દુનિયા છે .અલગ જ બાળક પોતાના સાચો મિત્ર એક ટચુકડા મોબાઈલ બનાવી દીધો છે .મોબાઈલ એ જ મારો સાચો મિત્ર અને ધીમે ધીમે એકલવાયુ જીવન જીવવા લાગ્યો છે.આજે બાળકની એકલતામાં રહેવું ગમે છે એકલો અટૂલો એની દુનિયામાં રચ્યો અને પચ્યો જોવા મળે છે .નથી એ શેરીમાં રમત રમવા જતો કે મિત્રવર્તુળ સાથે સાવ અજાણ બની ગયો છે. જેથી કરીને બાળક ડિપ્રેશનનો ભોગ બને છે આજે બાળક એક પણ શબ્દ કહેવાતો નથી કારણ આજે માતા-પિતા બાળકને ટોકતાં કંઈ કહેવા જતા કંઈક અલગ જ એનું રૂપ ધારણ થઈ જાય છે. આપણે કલ્પના કરી હોય તેવી ઘટના બની જાય છે. આ બાળક કંઈક કરી બેસે એવા વિચારો મા ખોવાઈ જઈ એ છે.આજે સંસાર જગતમાં વધુમાં વધુ બાળકો સાથે હું સંકળાયેલી છું દરેક બાળકો ની વેદના થી હું અવાક રહી જાઉં છું શા માટે બાળકો આ તરફ દોડે છે ચાલો આવો આપણે આ બાળકના ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવાના કારણો જાણીએ બાળક સાથે રમત રમી બાળક જેવું બનવું.બાળક સાથે બહાર ફરવા જવું તેના મિત્ર વિશે વાતચીત કરવી તેને ગમે એને પસંદ આવે તેવી વાત કરવી તેની વાતમાં રસ દાખવવો એક કલાક આપતા હોય તો બે કલાક આપતા થઈ જવું બાળકને કસરત કરતા શીખવી દરરોજ પાંચથી દસ મિનિટ મેડિટેશનમાં બેસવા માટે પોતે સાથે તમારે પણ બેસવુ શક્ય હોય તો ઓમનું ઉચ્ચારણ મોટેથી કરવું.પાંચ વખત ઓમનું ઉચ્ચારણ કરવું જેથી નાભિમાંથી જ અવાજ ઉત્પન્ન થાય છે તે મગજની સ્થિરતા લાવે છે બાળકને વાંચન મન લાગે તેવું વાતાવરણ બનાવવું તેમજ કોમેડી કે હાસ્ય સીરીયલ તરફ વાળવો તેની સાથે ગમ્મત કરવી તેની સાથે એક સમય નું ટાઈમ ટેબલ બનાવી સાવ એકલો ન રહી શકે .તેવી રીતે તેમની સાથે વર્તન કરવું અઠવાડિયે એક વાર તેની મનપસંદ રમત રમવા એમની સાથે રમવું .તેમના મિત્ર બનીને રહેવું .દરેક વાત આપણાથી સાથે શેર કરે આપણી સાથે ચર્ચા કરે તેવી જ રીતે તેની સાથે એના માણસ પટલ ઓળખી એની સાથે પણ એવું વલણ દાખવવું વધુ પડતા મોબાઇલના ઉપયોગથી બાળકોને દૂર રાખવા વિચારોમાં ક્રાંતિ લાવી શકે તેવા પ્રયત્નો કરવા, માટે શક્ય હોય તેટલો મોબાઈલ દૂર રાખો એના માનસિક તાણનો ભોગ ન બને એ ખાસ ધ્યાન રાખો આ પેઢીમાં ધ્યાન રાખીશું તો આવનાર પેઢીમાં આપણાં સંસ્કારોનું સિંચન કરીશું તો આવનાર ભાવિ પેઢી નો ભવિષ્ય જોખમકારક નહીં બને તે માટે દરેક મારા વ્હાલા મિત્રોને અતિ નમ્ર વિનંતી છે કે સાથે મળીશું ભેગા થઈ આ પ્રશ્નોનો ઉકેલ લાવીશું તો શક્ય બનશે આપણી સૌ બાળકો ની ગમતી રમતો રમી શું તેની સાથે એના બાળક સ્વરૂપ ધારણ કરી બાળકો સાથે બધા જ દિવસ ચિલ્ડ્રન ડે છે એવી રીતે આપણે એમની સાથે રહીશું થેન્ક્યુ…લિ. ચેતના ગોસ્વામી ઉર્ફે ઉર્જાLeave a Reply

Your email address will not be published. Required fields are marked *