ચાલીસ પછી તું ચાલીશ નહીં તો તું ક્યાંય નહીં ચાલે…

શેર કરો

ચાલીસ પછી તું ચાલીશ નહીં તો તું ક્યાંય નહીં ચાલે !!! હું ચાલીસ વરસની થઇ ત્યારે કાન પાસે થોડી થોડી જગ્યા એ સરસ મજાની સફેદી ડોકિયા કરતી દેખાવા લાગી , અરીસા ની સામે ઉભી રહીને વાળ ઓળતી વખતે લાગ્યા કરે શુ આ ધરડા હોવાની નિશાની આટલી જલ્દી આવી ગઈ, થોડી નજર કરૂ ત્યારે આંખની નીચેના પરિશ્રમ અને ચિંતાગ્રસ્ત ને કારણે કાળા કુંડાળા નિશાની દેખાવા લાગી , શરીર પણ બેડોળ થવા લાગ્યું ,દરરોજ સ્કૂલે થી આવતાની સાથે થાકનો અનુભવ થવા લાગ્યો ,વધુ મેકઅપ પણ ચહેરા પરની કરચલીઓને લઈ ને અશોભનીય લાગવા માંડ્યું બ્લાઉઝ કે ડ્રેસ ના ફીટીંગ પણ બદલાઈ ગયું, ૪૦ ની ઉંમર થાય ,એટલે આધેડ નું સિમ્બોલ લાગી જાય છે. ભલે તમે ૪૨ વર્ષની ઉંમરે યંગ દેખાતા હોય પણ કોઈક તમને આંટી કહે તો તમને ન ગમે ,અને સ્કૂલમાં અથવા આસ પડોશમાં કોઈ એમ પૂછે કેટલા વર્ષના થયા ,તો એમ કહી એ 46 વર્ષ સામેવાળી વ્યક્તિ એમ કહે છે શું વાત કરો છો ?
તમે તો હજુ પણ 32 વર્ષના હોય તેવા જ દેખાવ છો.ત્યારે એ શબ્દ એટલો મધ કરતાં મીઠો લાગે છે .કોઈની સાથે વાત કરતા કરતા પણ ઘણી વાર એ શબ્દનો ઉલ્લેખ થાય ,હવે શું ચાલીસ થયા એટલે અડધા ઘરડા થઇ ગયા ,પણ આપણે મન થી ક્યારેય ઘરડા થતા નથી.એ નથી સમજતા કે ચાલીસ પછીના જે વર્ષો આવશે એટલે કે વૃદ્ધા અવસ્થા સામે યુદ્ધ કરવાની આપની તૈયારી હોવી જોઈએ ,એના માટે નિયમિત કસરત કરવાની અને સ્વાસ્થ્યવર્ધક જમવાનું આહારમાં ચોક્કસાઈ રાખવી ,થોડુંક થાય એટલે ડોક્ટર પાસે જવું ,સમયસર કાળજી રાખવી ,દવા લઈ બસ આ જ કહેવાય છે .કે જો તું ચાલીસ પછી ચાલીશ નહીં તો તું કયાંય નહીં ચાલે ?આ વાક્ય ની ખરાઇ કરાય છે .પુરુષમાં ઘણી વખત એવું પણ જોવા મળે છે .અભી તો મૈં જવાન હૂં પણ સ્ત્રીઓ માં સ્વીકાર ભાવ તરત હોય છે. સ્ત્રીઓમાં ઘણી સ્ત્રીઓને જોઈએ છે. સફેદી છુંપાવવા માટે ડાઇ કરતા થઈ જાય છે. અને બ્યુટી પાર્લરમાં જવાનું પ્રમાણ વધવા લાગે છે.સુંદર હોઉં અને સુંદર દેખાવું દરેક વ્યક્તિને ગમતું હોય છે .40 પહોંચેલ વ્યક્તિ પાસે ખૂબ જ અનુભવો નો ખજાનો હોય છે .સુખી લગ્નજીવન ની નિશાની 40 વર્ષ પછી, દરેક વ્યક્તિની નકર જિંદગીનું સત્યનું નજરાણું છે .40 વર્ષની ઉંમરે આધેડ તો બનાવે છે .પણ સાથે સાથે ઘણી બધી મેચ્યોરિટી નું પણ પ્રમાણપત્ર આપી દે છે.40 એવા પડાવ ની નિશાની છે. જે ભૂલો તમે કરી હોય તેને ફરી પાછી જિંદગીમાં દોરવતા નથી, જે જુવાની હોય છે તે ને હજુ પણ ૪૦ થયા પછી પણ એ જ બતાવતા રહીએ છીએ ,અમે તો હજુ પણ ૩૦ વર્ષના છીએ અમે તો હજુ પણ વીસ વરસના હોય કે ૩૨ વર્ષના હોય મનમાં સતત એ ચિંતા હોય કે લોકો આપણા વિશે શું બોલશે સબસે બડી ચુપ લોગ હમારે લિયે ક્યા કહેંગે હમ યે સોચતે રહેંગે તો અપને બારેમે કબ સોચેંગે ,પર અપને અંદર કબ જાકર દેખેંગે પણ ૪૦ સુધી આમ જ વિચારીને જીવી શું તો સાહેબ છેલ્લા શ્વાસ બાકી હોય ત્યારે ખરેખર ખબર પડે કે લોકો ખરેખર તમારા વિશે કંઈ પણ વિચારતા હોતા નથી ,તમે પોતે જાતે જ લોકો પાસે એવો દેખાવ કરો છો, લોકો તો પોતાની દુનિયા માં જ મસ્ત છે.આપણે ખોટું ખોટું વિચારી ને દુઃખી થઈ રહ્યાં છે.કોઈની પાસે વિચારવાનો સમય જ નથી, એવું તમારા વિશે ક્યારેય વિચારતા જ નથી ,આવું વિચારવાને પણ ખોટી દ્રષ્ટિએ વિચારીને દુઃખી થતાં ગયા છે .તો ચાલો આપણે 40 પછી ચાલવા માંડી નહીં, તો આપણી જિંદગીના પગથિયા ડામાડોળ થઇ જશે.લિ. ચેતના ગોસ્વામી ઉર્જાLeave a Reply

Your email address will not be published. Required fields are marked *