ડાયરેક્ટરે એક્શન બોલતાની સાથે જ રેખાને બળજબરીથી Kiss કરવાનુ શરૂ કર્યું, ૫ મિનિટ સુધી છોડી જ નહીં

શેર કરો

બોલિવૂડ ફિલ્મ જગત પર એક સમયે રાજ કરતી સુપરસ્ટાર અને ખુબસુરત અભિનેત્રી એટલે કે રેખા. તેને બોલીવુડ ફિલ્મ જગતમા એક ટોચનુ નામ બનાવી લીધુ છે અને તેને અહમ યોગદાન પણ આપ્યું છે. હમણાં જ રેખાએ ૬૫ માં જન્મદિવસની ઉજવણી કરી. ૬૫ વર્ષેની ઉમરે પણ ભલભલી હીરોઈન તેની અદા પાસે ફિક્કી લાગે છે.

તેના પિતાએ કર્યા ૪ લગ્ન

રેખાના પિતા તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમા સુપરસ્ટાર હિરો હતા. તેની માતા પણ તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હીરોઈન હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેના માતા પિતાએ લગ્ન કર્યા ન હતા એ પહેલા જ રેખાનો જન્મ થયો હતો. રેખાના પિતાએ તેના જીવનમાં ૪ લગ્ન કર્યા પરંતુ તેની માતા સાથે એકવાર પણ લગ્ન કર્યા ન હતા અને રેખા તેના પિતાથી એટલી બધી નારાજ હતી કે તે પિતાના અંતિમ સંસ્કારમાં પણ ગઈ ન હતી.

પૈસાની હતી ખુબ તંગી

બોલીવુડમાં અભિનેત્રી બન્યા પહેલા રેખાના જીવનમાં અનેક મુશ્કેલીઓ હતી. માતા પર એટલું દેવું હતું કે નાની ઉંમરે જ તેને કામ કરવાનું શરૂ કરવું પડયુ હતું. રેખાએ માત્ર ૧૨ વર્ષની ઉંમરે જ તમિલ ફિલ્મો ઇન્ડસ્ટ્રીમા કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે નાની ઉંમરે રેખા ફિલ્મોમાં કામ કરી કરીને થાકી જાય અને કામ કરવા જવાની ના પડે ત્યારે તેનો ભાઈ તેને માર મારતો હતો. માત્ર એટલું જ નહીં પણ પૈસાની તંગીના કારણે તેને બી-ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કરવું પડ્યું હતું.

જાણી જોઈને હેરાન કરવા માટે આ સીન શૂટ કરવાનો પ્લાન

રેખાની અભિનેત્રી તરીકેની પહેલી ફિલ્મ વર્ષ ૧૯૬૮ માં આવી હતી. બોલિવૂડ ફિલ્મ જગતમાં રેખાને વર્ષ ૧૯૭૦ માં સાવન ભાદોમાં પહેલી તક મળી અને એ સુપર ડુપર હિટ રહી હતી. યાસીર ઉસ્માને પોતાની બુક “રેખા એન અનટોલ્ડ સ્ટોરી” માં એક ફિલ્મ શુટિંગ વખતેની વાતનો ઉલ્લેખ કર્યો છે. અનજાના સફરના ડાયરેક્ટર રાજા નવાઠે અને ફિલ્મનાં અભિનેતા વિશ્વવજીતે રેખાને જાણી જોઇને હેરાન કરવા માટે એક સીન શુટ કરવાનો પ્લાન કર્યો હતો કે જે રેખાને ખબર હતી જ નહિ.

અભિનેતા વિશ્વવજીતે સતત ૫ મિનિટ સુધી કરી Kiss

૧૫ વર્ષની રેખાને રોમાન્ટિક ગીત શુટ કરવા માટે ફિલ્મના સેટ પર બોલાવવામાં આવી હતી. તે પહોંચી અને જેવું ડાયરેક્ટરે એક્શન બોલ્યું કે તરત જ વિશ્વવજીતે રેખાને બળજબરી બાહોમાં લઈ લીધી અને કિસ કરવા લાગ્યો હતો. રેખાને આ વાતની કોઈ પણ જાતની જાણકારી પહેલા બિલકુલ ન હતી. અભિનેતા વિશ્વવજીત સતત ૫ મિનિટ સુધી રેખાને કિસ કરતો રહ્યો. યુનિટના અન્ય લોકો તેને પ્રોત્સાહન આપી રહ્યા હતા અને તે સમયે રેખાની આંખોમાથી આંસુ વહી રહ્યા હતા.

રેખાની અભિનેતા વિનોદ મહેરા સાથે અફેર ની ખબરો

રેખા અભિનેતા જિતેન્દ્રની દિવાની હતી. પ્રખ્યાત અભિનેતા જિતેન્દ્રનું શુટિંગ જોવા માટે રેખાએ પોલીસના ડંડા પણ ખાધા હતા. વર્ષ ૧૯૭૩ માં રેખાની અભિનેતા વિનોદ મહેરા સાથે અફેરની ખબરો આવી હતી. એવું પણ કહેવામાં આવે છે કે આ અફેર સતત ૩ વર્ષ સુધી ચાલ્યું હતું. ત્યારબાદ વર્ષ ૧૯૭૬ માં ફિલ્મ દો અનજાને માં પહેલી વખત અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું હતું.

પોતાની માંગમાં કોના નામનું સિદુંર પુરે છે

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ “મુકદર કા સિકંદર” પછી અમિતાભ બચ્ચન અને રેખા એકબીજાના ખુબ જ નજીક આવ્યા હતા. એક વખત ફિલ્મના સેટ પર રેખાને હેરાન કરનાર યુવકની અમિતાભ બચ્ચને ધોલાઈ પણ કરી હતી. વર્ષ ૧૯૮૨ માં નીતુ અને ઋષિ કપૂરના લગ્નમાં રેખા પોતાની માંગમાં સિદુંર સાથે દેખાઈ હતી. તેને જોઈને લોકોમાં ખુબ ચર્ચાઓ પણ થવા લાગી હતી કે કોના નામનું સિદુંર છે અને કોની સાથે લગ્ન કર્યા. રેખાના જીવનની આવી તો કેટલીય વાતો ઉડી છે પરંતુ તેણે ક્યારેય આવા મુદ્દા પર કોઈની પણ સાથે વાત કરી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *