ફેસબુક ના સબંધો

શેર કરો

આપણા જીવનમાં facebook અને whatsapp સંબંધોના અને સંતવાણી વિચારધારા માજા મુકી છે. જીવન જીવવાનો સરળ રસ્તો ફેસબૂક માધ્યમ બન્યું છે. facebook લોકોની વિચારધારા બદલાતી નથી ,આજે સ્ત્રી અને પુરુષ બન્નેનો સંબંધ એ અનેક પ્રકારના સબંધો હોઈ શકે, જેમ કે પતિ-પત્ની બહેન અને ભાઈ પ્રેમિકા આવા અનેક સંબંધો જોવા મળે છે.
સ્ત્રી પુરુષ વચ્ચે પણ આપણો સમાજ એ સ્ત્રી અને પુરુષ વચ્ચેની મિત્રતાને અંગત સંબંધ તેમજ એક લફરા સ્વરૂપે તેમનું ઉપનામ બિરદાવ્યું છે. તે તદ્દન ખોટી વાત છે, સ્ત્રી અને પુરુષ ની મિત્રતા એ પવિત્ર ઝરણું છે,”લફરા ” શબ્દ નું નામ આપવું એ તદ્દન ખોટી વાત છે .પછી જેના જેવા વિચાર જેવું અન્ન તેવો ઓડકાર ,તેવી વાત થાય ,એક પુરુષ અને સ્ત્રી ની મિત્રતા કદાચ લાંબા સમય સુધી ટકી શકે, એક સ્ત્રી બીજી સ્ત્રી ની મિત્રતા લાંબા સમય સુધી કદાચ ન પણ ટકી શકે,બધી જ વાત ન પણ કરી શકે, એકદમ સરળતાથી પણ પુરુષ સાથે તેના વિના સંકોચે સારી રીતે કરી શકે facebook કે whatsapp દ્વારા થતી મિત્રતા એ ખોટી નથી ,હોતી કોઈ ગુનો નથી ,દરેક વ્યક્તિ માનસિક વિચારો પર નિભર હોય છે .જે વ્યક્તિ હંમેશા તેની દૃષ્ટિમાં ખોટું દેખાય તેને તેના વિચાર પ્રમાણે ખોટું દેખાશે જે જેવું વિચારશે તેવું જ કરશે, હું પોતે દરેક સ્ત્રી તેમજ દરેક પુરુષ મિત્ર તરીકે ફેસબુકના માધ્યમથી એકબીજાને હું ઘણી નજીકથી ઓળખું છું .અમે એકબીજાને મળ્યા પણ ન હોય તેમ છતાં પણ અમારા વચ્ચે એવી સારી મિત્રતા હોય છે. જેમ કે ભાઈ બહેન દીકરા જેવા સંબંધો જોવા મળ્યા છે. તે લોકો ઘણા દૂર રહેતા હોય છે .મારા કરતા ઘણા કિલોમીટરના અંતરે છતાં, પણ હું જરાય સંકોચ નથી અનુભવતી કે તેઓ મારી ઘણી નજીક હોય તેઓ અહેસાસ થાય છે.તેમના સંબંધો વાસનાના કે હવસના સંબંધો નથી,એ તો. લાગણીઓ ના સેતુ થી બંધાયેલા હોય છે. એવું જરૂરી નથી એક દરેક સંબંધમાં દરેક વ્યક્તિ હવસનો જ ભૂખ્યો હોય ,ફેસબુકે લગ્નેતર સંબંધ પણ વિકસી શકે છે.તેનું ખોટું ખોટા સંબંધમાં ઉપનામ ના અપાય facebook દ્વારા ખોટા સંબંધો બંધાય યા ફેક લોકો હોય તેવું માનવું ભુલ ભરેલ છે. આપણા વિચારોમાં ખામી છે. જે આપણી ખોટી ગ્રંથિ મા પીડાય છે. એવા કેટલાય મિત્રો ને હું ઓળખું છું. તેઓ માન-સન્માન નજરે મને જોવે છે ,હું પણ તેમને એટલો જ માન સન્માન આપું છું. બસ આજ માંધ્યમ થી જ આપણું અને આપણા સંસ્કાર મપાય છે.સ્ત્રી-પુરુષના મિત્રતાને શું નામ આપી શકાય અથવા તમે જ આપી શકો,હું નહીં ,નમસ્તે હું ચેતના ગોસ્વામી ઉર્ફે ઉર્જા મારી કલમને વિરામ આપું છું.લિ.ચેતના ગૌસ્વામી ( ઉર્જા )Leave a Reply

Your email address will not be published. Required fields are marked *