ઘરમાં રહેલો આ છોડ તમને બનાવે છે કરોડપતિ, જો ન હોઈ તો આજે જ લગાવી દો તમેપણ…

શેર કરો

શાસ્ત્રો મુજબ કેટલાક છોડ એવા છે જેને ઘરે લગાવવો ખુબ જ શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે તો દરેક લોકો ધનવાન બનવા માંગે છે અને એ માટે દરેક લોકો ખુબ જ મહેનત કરતા જોવા મળે છે.




પરંતુ ઘણી વખત ઘણી મહેનત બાદ પણ તમે સફળ થઇ શકતા નથી. માટે આજે આ લેખમાં એ છોડ વિષે વાત કરી છે કે જે ઘરે રાખવો ખુબ જ શુભ માનવામાં આવે છે અને આ છોડ તમને કરોડપતી પણ બનાવી શકે છે, તો જાણીલો આ છોડ વિષે તમેપણ…



આ છોડમાં દેવી-દેવીઓ વસે છે. આને કારણે ઘરમાં ધનનો અભાવ રહેતો નથી અને મનુષ્યને ચારે બાજુથી સંપત્તિ મળે છે. વાસ્તુશાસ્ત્રમાં આવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેના દ્વારા મનુષ્ય તેના જીવનમાં ઘણું બધું મેળવી શકે છે.



ખરેખર વાસ્તુ કહે છે કે જેના ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે, અને સુખ, સમૃદ્ધિ અને શાંતિ જળવાય ત્યાં હમેશાં ધનની દેવી માં લક્ષ્મીનો વાસ બની રહે છે. આ સિવાય વાસ્તુમાં દરેક છોડનું પોતાનું મહત્વ છે. અહી જે છોડની વાત કરવા જઈ રહ્યા છે એ છોડનું નામ છે, ક્રેસુલાનો છોડ.



વાસ્તુ શાસ્ત્ર મુજબ ક્રેસુલાનો છોડ ઘરમાં સકારાત્મક ઉર્જાને વધારે છે. એવું માનવામાં આવે છે કે આ છોડને રાખવાથી ઘરમાં ખુબ જ ધન વધે છે.



એવું પણ કહેવામાં આવે છે કે આ છોડ ઘર તરફ સંપત્તિ ખેંચે છે. જો તમે પૈસા તમારા ઘરમાં ન રહે તો તમે પણ તમારા ઘરમાં આ છોડને લગાવી શકો છો.



શાસ્ત્રોમાં તુલસી, પીપળ, બ્રાહ્મી, આમળા વગેરે છોડની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમની પૂજા કરવા અને તેમને ઘરમાં રાખવાથી ઘણા ફાયદાઓ છે આવી જ એક વનસ્પતિ ક્રેસુલાનો છોડ પણ ફેંગસુઇ અને વાસ્તુ બંનેમાં ખૂબ મહત્વ ધરાવે છે, અને આ છોડને ઘરમાં રાખવો ખુબ જ શુભ માનવામાં આવે છે.





તેની ખૂબ કાળજી લેવાની જરૂર નથી અને એક ખાસ બાબત એ પણ છે કે, તમે અઠવાડિયામાં ફક્ત 3-4 વાર જ પાણી આપી શકો છો. આ સાથે સાથે તમને એક બાબત એ પણ જણાવી દઈએ કે, તે ઘરની વિશાળ જગ્યા પણ લેતો નથી, તેથી તેને ખુબ જ સરળતાથી રોપણી કરી શકાય છે.



આ ઉપરાંત ફેંગસુઇના જણાવ્યા મુજબ, ક્રેસુલાનો છોડ ઘરના પ્રવેશદ્વારની જમણી દિશામાં મૂકવો જોઈએ, જ્યાંથી સૂર્યપ્રકાશ તેના પર પડે છે. ફેંગસુઇમાં, ક્રેસુલાનો છોડ સકારાત્મક ઉર્જા ઘરમાં લાવે છે.



આ છોડને ઘરમાં રાખવાથી સંપત્તિમાં વધારો થાય છે. પૈસા માટે ક્રેસુલાનો પ્લાન્ટ ખૂબ સારો માનવામાં આવે છે. ક્રેસુલાના છોડને મની પ્લાન્ટની જેમ ફેંગ શુઇમાં મની ટ્રી કહે છે. ફેંગ શુઇમાં તેનું ખૂબ મહત્વ છે. એવું કહેવામાં આવે છે કે આ છોડ ચુંબકની જેમ પૈસા ખેંચે છે. અને ઘરમાં ખુબ જ સમૃદ્ધિ પણ લાવે છે.



આ સિવાય શાસ્ત્રો અનુસાર તુલસીને ઘરમાં લક્ષ્મીજીનું બીજું રૂપ માનવામાં આવે છે. પૂર્વ દિશા અથવા ઇશાન ખૂણામાં તુલસીનો છોડ લગાવો. આ તમને સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપશે. તે જ સમયે જીવનમાં ક્યારેય પૈસાની તંગી પણ નહીં થાય.



મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *