જિંદગી મો કોઈપણ જાત ની શર્ત વગર પ્રેમ કરો!!!!

શેર કરો

જિંદગીમાં કોઈપણ જાતની શર્ત વગર પ્રેમ કરો!!!! પ્રેમ અઢી અક્ષરનો શબ્દ એના ઉચ્ચારણથી લાગણીઓ નો વરસાદ થાય છે .કોઈપણ મન મોહિત કરી દે, એ “પ્રેમ “શબ્દ પ્રેમએ શબ્દ સૌને પ્રિય અને વાંચવું ગમે તેવો વિષય છે. પ્રેમની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, આજના યુવાન અને યુવતીઓ પ્રેમ એટલે શું કંઈ ખબર છે ખરી ?ખબર હોય તો તે પોતાના માણસપટલ માં શું વિચારે છે .
ઘણા ખરા પ્રેમની વ્યાખ્યા ને અલગ અલગ રીતે જોવે પણ ખરેખર પ્રેમ કોઈ વ્યાખ્યા જ નથી, એ તો દરેક અલગ અલગ વ્યક્તિઓ ના વિચાર નું પ્રેમ નું સ્વરૂપ આપી દીધું છે. જેમ કે ચુંબન કરવું સહવાસ કેળવવો આલિંગન કરવું એક નજરે ગમી જવું એ પ્રેમ, એ પ્રેમ નથી ના એ પ્રેમ નથી પ્રેમ એટલે શારીરિક આકર્ષણ થાય તે પ્રેમ એ પણ નહીં પ્રેમ કદી કહી શકાતો નથી , તેને વર્ણવી પણ નથી શકતા પ્રેમ તો લાગણીઓ ની સરીતા જે એમાં ડૂબકી મારીને તે તરી જાય છે .પ્રેમ નો વિસ્તાર અનંત છે તેનો કોઇ માપદંડ નથી ,માપી ન શકાય પ્રેમ એટલે પામવું નહીં પણ ઘણું ખરું પ્રેમ ખાતર ત્યાગ આપો બલિદાન જેને કહેવાય પ્રેમ એટલે જેને તમને પ્રેમ કરો છો ,તેને કેટલા કિલોમીટર અંતરે બેઠા હોય તોય તેના માટે એટલો જ પ્રેમ હોય છે .તેના માટે તેની નજીક જવાની કે તેની સાથે સહવાસ માનવાની જરૂર નથી, દૂર રહીને એની ખુશીમાં પણ ખુશ રહેવું એ પ્રેમ જો કોઈપણ વસ્તુ મેળવવા તમે પ્રેમ કરો છો તો તે પ્રેમ નથી ,એક જાતનું આકર્ષણ છે. અને એ આકર્ષણ ને પ્રેમ ન કહેવાય ,તમારો સ્વાર્થ જ કહેવાય પ્રેમ તો કોઈ પણ શર્ત વગર થાય એના કોઈ નિયમ લાગુ ન પડે બિનશરતી છે. નિસ્વાર્થ ભાવે પ્રેમ કરાય તે સાચો પ્રેમ કહેવાય, દરેક વ્યક્તિ પ્રેમ ઝંખે છે . પ્રેમ ની કોઇ ઉંમર હોતી નથી, ગમે તે ઉંમરે પ્રેમ થાય ,પણ આજની પેઢી પ્રેમને ગેરમાર્ગે દોરી રહી છે. ત્યારે મને દુઃખ થાય છે. અને એ પેઢી માટે નુકસાનકારક છે .માટે કોલેજમાં ભણતી વિદ્યાર્થીઓ પ્રશ્નો હતો મેડમ પ્રેમ એટલે શું છે .એની વ્યાખ્યા હોય ખરી, એને કઈ રીતે નિહાળી શકાય કઈ રીતે માણી શકાય ત્યારે એના જવાબમાં એના સંદર્ભમાં અહીંયા જવાબ લખીને અહિયાં રજૂ કર્યો છે.ફ્રેન્ડશીપ ડે વેલેન્ટાઇન્સ ડે આપણે આપણા પરિવાર સાથે બેસીને તેની ઉજવણી નહીં કરીએ, ત્યાં સુધી પ્રેમનો સાચો અર્થ નહીં સમજી શકે પ્રેમ તો મા-બાપને પણ કરી શકાય ભાઈ બહેન ને કરી શકાય ફ્રેન્ડને પણ કરી શકાય જેની સાથે તમે દિલથી ભાવથી જોડાવ એ પ્રેમ છે .દરેકને આઇ લવ યુ કહેવાથી પ્રેમ નથી થતો પ્રેમ તો અંદરથી ઉદ્ભવતો તેના માટે છોકરો કે છોકરી સાથે પ્રેમ કરવો એ જરૂરી નથી, પ્રેમ તો ભગવાને બનાવી દરેક વસ્તુઓને તમે પ્રેમ કરી શકો, પ્રાણીજન્ય કોઈપણ વ્યક્તિને પ્રેમ કરી શકો, સાચો પ્રેમ કરવો ક્યાં દુનિયામાં બહુ મુશ્કેલ છે પ્રેમમાં તો ગજબની તાકાત જેને તમે નિસ્વાર્થ ભાવે પ્રેમ કરો તેની જિંદગીની બાજી પલટાવી દે કેટલી તાકાત છે .પ્રેમમાં પ્રેમી શારીરિક સંબંધો સાથે સંકળાયેલો નથી પ્રેમ કોઈ બંધનમાં બાંધી શકાતો નથી, એ મુક્ત છે આઝાદ છે. ખુલ્લા દિલથી પ્રેમ કરી શકાય ખોટા ભાવ સાથે તમે પ્રેમ કરો તો એ પ્રેમ ગુંગળાઇ ને મરી જાય છે .પ્રેમ માટે લખું તો ઘણું ઘણા શબ્દો ખુટી પડે એમ છે. પણ મારા મતે આપણું વ્યક્તિત્વ અલગ તરી આવે , બોલે હું જોઈ લઈશ આવું તો પ્રેમમાં ક્યારેય આવતું જ નથી, હું આમ કરી નાખી તને જોઈ લઈશ આવા જ શબ્દ છે .તે પ્રેમમાં ક્યારેય આવતા જ નથી.હું તમને ચાહું છું .એ જ પ્રેમ આ સિવાય કશુ પણ પ્રેમ નથી માંગી શકાતો કે લઇ શકાતો ,નથી એની સાથે શરત કે નિયમ રાખી શકાતો , પ્રેમ એ અનંત છે જેનો કોઇ અંત જ નથી .પ્રેમમાં કોઈ આશા નથી હોતી કે કોઈ અપેક્ષા હોતી નથી . પ્રેમ એ પ્રેમ જ કહેવાય, લિ. ગોસ્વામી ચેતના

આજે કોલેજની સખી દ્વારા એક પણ પ્રશ્ન હતો એ પ્રશ્નનો જવાબ અહીંયા મૂક્યા છે.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *