ખરેખર સુખી…. એ સ્ત્રી છે ?

શેર કરો

જેણે નક્કી કરી લીધું છે કે હવે મારે ખુશ રહેવું છે, મને કોઈ પ્રેમ કરે કે ના કરે, મારી ખુશી કોઈના પ્રેમ પર નિર્ભર નથી, મારી ખુશી એ મારી અંગત જવાબદારી છે અને એને હું નિભાવીશ.
જેણે નક્કી કરી લીધું છે કે હવે હું મારાં ભૂતકાળ ને નહીં વગોળું, જે થઈ ગયું, એ થઈ ગયું, હવે હું મારી આજ ને સરસ અને આવતી કાલ ને બહેતરીન બનાવાની પુરી કોશિષ કરીશ.જેણે નક્કી કરી લીધું કે હવે હું એક પીડિતા એક લાચાર વ્યક્તિ તરીકે ની જિંદગી નહીં જીવું, હું આ દુનિયાનો આ સમાજ નો, લોકો નો મારાં પોતાનાંઓ નો મજબૂતાઈ થી સામનો કરીશ.!જેણે નક્કી કરી લીધું કે હવે હું ખુદ પર દયા નહીં ખાઉં, મારાં જીવન નું સ્તર એટલું ઉંચું લાવીશ કે મારી દયા ખાવા વાળા લોકો મારી ઈર્ષા કરવાનું શરું કરી દેશે.જેણે એવાં કોઈ વ્યક્તિ ની જરૂરિયાત નથી જે એને એમ કહે કે તું હવે પાતળી લાગે છે, કે ગોરી લાગે છે, કે સુંદર દેખાય છે, હું આ દુનિયામાં કોઈને મોહિત કરવાં માટે નથી આવી.જેને કોઈ વ્યક્તિ પાસે થી એવું લેબલ કે સર્ટીફીકેટ નથી જોઈતું જે સાબીત કરે હું “કેવી” છું, આ દુનિયા ની કોઈ વ્યક્તિ ને મને ખરાઈ કરવાનો કોઈ હક નથી, અને બધાં ને ખુશ કરવાનો મેં કોઈ ઠેકો લીધો નથીજેણે ઉપર ની બાબતો ને હકીકત બનાવા માટે સૌથી વધારે જરૂરી જે છે, “આત્મનિર્ભર થવું” એની કવાયત શરૂ કરી દીધી છે.

પ્રેમ ને ઝંખો નહીં,ખુદ ને પ્રેમ કરતાં શીખો,ખુશ રહેતાં શીખો,દુનિયા તમારી પાછળ આવશે.!ઉર્જા

લી. ચેતના ગૌસ્વામી Leave a Reply

Your email address will not be published. Required fields are marked *