કુંવરબાઈ નું મામેરું યોજનામાં મળે છે આટલા રૂપિયા, વાંચો સંપૂર્ણ માહિતી…

શેર કરો

સહાયનું ધોરણ

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યાના નામે રૂ.૧૦,૦૦૦/-ની સહાય ચેકથી ચૂકવવામાં આવે છે. લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.
પાત્રતાના માપદંડ

આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે. યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીના લગ્નપ્રસંગે આપવામાં આવે છે.રજુ કરવાના ડોક્યુમેંટ

 • કન્યાનું આધાર કાર્ડ
 • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
 • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
 • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો
 • અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, લાઇસન્સ , ભાડાકરાર, ચુંટણી કાર્ડની નકલ)
 • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
 • કન્યાની જન્મ તારીખનો પુરાવો
 • યુવકની જન્મ તારીખનો પુરાવો
 • લગ્ન કંકોત્રી
 • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
 • બેંક પાસબૂક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)
 • કન્યાના ફોટો

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?

આ સેવાનો લાભ હવે ઓનલાઈન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે. ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી (આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.Download PDF

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..Leave a Reply

Your email address will not be published. Required fields are marked *