સાચી મિત્રતા

શેર કરો

પરણેલી સ્ત્રી ક્યારેય સેક્સ માટે પર પુરુષના પ્રેમમાં નથી પડતી ફક્ત અને ફક્ત પરપુરુષ સાથે તે એક સાચી મિત્રતાની શોધમાં હોય છે .અને સાચી લાગણી સમજનાર અને કદર કરનાર જે પતિ પોતાની પત્ની ન સમજી શકતો ત્યારે એવી પરિસ્થિતિ તે સ્ત્રી પરપુરુષ સાથે મિત્રતા ની ઝંખના ખેવતી હોય છે .
હા પણ આવા મિત્ર મળવા ઘણું કપરું કામ છે .એટલું જ કપરુ પણ નથી કે ન મળી શકે દુનિયામાં દરેક વ્યક્તિ ને બધું જ મળે એ શક્ય નથી, ઘણી વાર જિંદગીમાં પણ પોતાના મનપસંદ પાત્ર સાથે રહેવાનો મોકો પણ નથી મળતો એવી પરિસ્થિતિ અને સંજોગો વશ થઈને જીવતા વ્યક્તિ એને પણ જોવા છે. દરેકના નસીબમાં પારસમણિ જેવા મિત્ર મળવો એ નસીબ ની વાત છે .ભોળાનાથના પ્રસાદરૂપે જે પારસમણિ મિત્રતાની સહભાગી બની રહેવું એક નસીબની વાત છે. તે અમૂલ્ય ભેટ સાથે રહેવું દરેક પરિસ્થિતિનો સામનો કઈ અંતિમ શ્વાસ સુધી ટકી રહેવું તે આપણા હાથની વાત છે .દરેક વ્યક્તિના જીવનમાં પ્રેમ મિત્રતા ની ખોટ ચાલતી હોય પણ એવું પણ નથી કે જે સદાયના માટે હોય છે .આવા સંબંધો અને આવી મિત્રતા જ્યારે મળે છે. ત્યારે તેમનું માન અને સન્માન જળવાય તેવી આશા સિવાય કશું જ હોતું નથી બંનેની આંખો એટલો જ પ્રેમ કરતી રહે છે.ક્યારેક તો અશ્રુ બની ને વહી જતી હોય છે. દરેકની એકબીજાની એક મિત્રતા પવિત્ર ભાવ જોવા મળેછે. જીવનમાં એક મિત્ર હોવો જોઈએ જે કહ્યાં વિના સમજી શકે ,દરેક ચેહરા ની પાછળ મોહરા ની પાછળ એક મોહરો છુપાયેલો છે. પણ બધા મોહરા મતલબી નથી હોતા સ્વાર્થ પણ નથી હોતા તેવા મોહરા પાછળ એક સાચા મિત્રની છબી પણ જોવા મળે છે.મારા જીવનમાં અંકિત થાય છે .એવા મિત્ર ક્યારે ન ભૂલાય અને દુનિયામાં દરેક વ્યક્તિને સાચી મિત્રતા નો સંકેત મળે આ મિત્ર દ્વારા મારી સખીઓ નો એક પ્રશ્ન હતો કે તેના સંદર્ભમાં હું મારી વાત અહીં રજૂ કરી છે. એ સખી મને કાયમ માટે પૂછતી કે પરણેલી સ્ત્રી ક્યારેય સેક્સ માટે પુરુષના પ્રેમમાં પડતી નથી એ સાચી વાત છે. ને તો તારો જવાબ અહીંયા લખીને મૂક્યો છેલિ. ચેતના ગોસ્વામી ઉર્ફે ઉર્જાLeave a Reply

Your email address will not be published. Required fields are marked *