સૃષ્ટિ નું સર્જન કરનાર

શેર કરો

સૃષ્ટિની રચના કરનાર બ્રહ્મદેવ જગતનું સર્જન કરનાર અને ત્રણ મુખ્ય દેવોમાંના એક દેવ માનવામાં આવે છે .બ્રહ્મા જગતના આદિ દેવ ગણવામાં આવે છે .અને તેમને સૃષ્ટિનું સર્જન કર્યું હોવાથી તેમનું એક નામ પ્રજાપતિ પણ છે .પણ સર્જન કરતાં પણ દુઃખી દુઃખી થઈ ગયા છે .એવા લોકોથી કે જે મનના મેલા તન થી ધોળા બગલા જેવા દેખાતા તન અને કપડાં થી ધોળા બગલા જેવો દેખાતો હોય પણ મનના કપટી હોય તો બ્રહ્મા પણ શું કરે ,આપણું સુખી રાષ્ટ્ર આર્થિક દૃષ્ટિએ સધ્ધર હોવું જોઈએ ,આપનું રાષ્ટ્ર ગરીબી અને બેરોજગારી જેવી મહાન સમસ્યાથી મુક્ત હોવું જોઈએ જેથી આપણા દેશનો દરેક વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ સારી બને, પણ મને આ જગતના લોકોને મળીને ત્યારે સમજ પડી ઘણા માણસો એવી પરિસ્થિતિ માં રહે છે.
ભારતમાતાની આન-બાન-શાન અને શાં માટે આપણા દેશના આર્મીમેન સૈનિક આપણી ભારત માતાની રક્ષા કરે છે. પરંતુ ભારતમાતા ને અને જન્મ આપનારી જનેતાના કૂખે એવા મનુષ્ય નો જન્મ થાય ત્યારે કપટી લોભી લાલચી કોઈ પેટમાંથી શીખી નથી આવતો કોઈ માં પોતાના દીકરાને આવું નહીં શીખવાડતી હોય પણ કોણ જાણે ક્યાંથી શીખીને આવે છે.કોઈની પાસેથી રૂપિયા પડાવી લેવા નીતિ ,સાચી નહીં હોવી પોતાનું પેટ પાલવા માટે ધુતારા બની જવું ખરાબમાં ખરાબ કૃત્ય કરવું ત્યારે બંને માતાનું હૃદય દ્રવિત થાય છે.અને દુઃખી દુઃખી થઇ જાય છે. આથી મને એક સુવિચાર યાદ આવે છે, મન મેલા તન ઉજળા મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ તેથી કાણા કાળા ભલા તન મન એક જ રંગ અર્થાત બગલાની જેમ સફેદ કપડાં પહેરવા ધુતારા ની જેમ લોકોને ધુતી લેવા અને કાળા કામ કરવા આવા મનુષ્ય ક્યારેય સુખી થતા નથી ,અને પોતાની માતાનું નામ પણ ઉજાગર કરતા નથી, રાષ્ટ્રનું નામ અને પોતાનું કામ બીજાના રૂપિયા પડાવી પોતે સુખી રહેવું તેજ એમની નિતી ભારત માતા પુત્ર તરીકે તેમની ફરજ હોય માતા નું સ્વપનો ને સાકાર કરે, પણ કોણ કરે બોલવું સહેલું છે પણ કામ કરવું એટલુંજ કઠિન છે.આપણું દિલ રડી ઉઠે છે જ્યારે પોતાની જનેતા ની કુંખ લજવે ત્યારે એવા સંતાનો ની ઉત્પત્તિ થવી જોઇએ ભારત માતાનું નામ રોશન કરે અને પોતાની જન્મ આપનારી માતા ની જનેતા નું,હું માનું છું કે દુનિયામાં દરેક વ્યક્તિ સરખા ન હોય પણ બીજાનું અનુકરણ કરતા થઈ ગયા છે . જે માતા સંસ્કાર આપ્યા તે ભૂલતા જાય છે.ગંદા અને ખરાબ વિચાર માજા મૂકી છે. એ સારું નહીં આજે લોકો વ્યસન ની જાળમાં ફસાઈ ગયાં છે.મોહ માયાની જાળમાં ફસાઈ ગયો છે. બધું જ એને ખપે પછી વ્યસન હોય ફેશન હોય કે વાસનાલોલુપ દરેક વસ્તુઓ એમને ખપી જાય છે .પોતાની ઉન્નતિ માટે વ્યક્તિ સારા વ્યક્તિ બનવાનો ડોળ કરે છે પણ હકીકત તે સારો માનવી નથી હોતો,હું મારી માતાનો પુત્ર છું . માતા એ મને જન્મ આપ્યો છે. અને સંસ્કાર પણ, તેનું અમલીકરણ ક્યાં થાય છે.ભારત માતાની સેવા કરવા માટે તો એટલું જ કહીશ કે પ્રતિષ્ઠા અને અહંભાવ નું જગત સમય એક ઝાટકે બધુ બદલાવી નાખે છે .વધુ કીર્તિ માટે વધુ પ્રતિષ્ઠા માટે સ્પર્ધાના આ દોરમાં દોટ મૂકે છે. બીજાની ખભા પર બંદૂક મૂકી ફોડતા થઈ ગયા છે. કોઈ અર્થ નથી તમારા કામને બોલવા દો ,તમે બોલ બચ્ચન ના બનો,કામ જ બોલશે નામ આગળ આવશે તમારી વાહ વાહ લોકો કરશે ,પણ ક્યારે જ્યારે તમે સાચા હશો ત્યારે,બોલ બચ્ચન ને ફેંકાતા વાર પણ નહીં લાગે ,એ માટે જે કંઈ કરો જોઈ વિચારીને કરો ,સારા ગુણો કેળવો, બીજા પગ ન ખેંચો ક્યારેય તમે આગળ નહિ જઈ શકો,અને નીચે પાડવાની કોશિશ ન કરો હિંમત રાખો અને પરિશ્રમ એ સફળતાની નિશાની છે.પણ હિંમત તમે બીજાને ઉપયોગ ન લો, જે કરો તે પોતાના આત્મવિશ્વાસ પર કરો ,આત્મનિર્ભર બનો , બિજા નું અનુકરણ ન કરો, કોઈના થી પ્રભાવિત પણ ન થઈ જાવ એ માણસ હંમેશા પોતાના કર્મથી ઉજળો થાય છે. હકીકતમાં સાચા માણસોની ઓળખ કરવી આ દુનિયામાં ઘણું મુશ્કેલ છે. દરેક માણસ પોતાનું નબળું પાસું છુપાવતો હોય છે .તેથી તે ઉજાગર થતો નથી જેમ તમે માણસ ની નજીક ગયો તેમ તેમ તેના અવગુણો દેખાવા લાગે ,તેમાં સારા ગુણ પણ હોય છે .સિક્કાની બે બાજુઓ હોય પણ નબળાઈ વધુ દેખાતી થાય છે. ગુણવત્તા તેમની છુપાઈ ગઈ છે આજનો માનવી ચહેરા પર મહોરું લગાવીને ફરતો થઈ ગયો છું .ઘણું લખવું છે અને ઘણું બધું ચિંતન કર્યું છે .માણસ આજે સત્તા નો ભૂખ્યો થયો છે .તેથી તે અસત્ય નો સહારો લેતો ગયો, ભીતર ને ઓળખવાની જરૂર છે. ત્યારે સાચા માણસ નું દર્શન અને ઓળખ થશે ,સુખ તો આપણી આજુબાજુમાં જ છે જોતા આવડવું જોઈએ ,આપણે આપણા વિચારો પ્રમાણે સૌને માપતા હોય છે. તે તદ્દન ભૂલ ભરેલ છે. ભોળાનાથ સૌને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના સાથે મારી કલમને વિરામ આપું છું .લિ. ચેતના ગોસ્વામી ઉર્ફે ઉર્જાLeave a Reply

Your email address will not be published. Required fields are marked *