સ્ત્રી ના સ્વપ્નો…

શેર કરો

મારી સખી નો સવાલ હતો તે પ્રમાણે તેનો જવાબ અહીંયા મુક્યો સ્ત્રી કોઈની સાથે જબરજસ્તી નથી કરતી, જબરજસ્તી તો પુરુષ પણ નથી કરતો આ અંશે જવાબદાર કોણ મારા મત પ્રમાણે તેમના સંસ્કાર તેમની સંગતિ અને તેમના વિચારો પર નિર્ભર કરે છે. જ્યારે હું આ સાંભળું છું .સ્ત્રી જબરજસ્તી કરે છે. હું અવાક રહી ગઈ છું . આ લેખ એ સ્ત્રીનો છે .જે સ્ત્રી પોતાનું પેટ બચાવવા અંધ દોટ મૂકી છે. તે પોતાનું શરીર વેચી પોતાનું ગુજરાન ચલાવે છે .જેને આપણે સેક્સ વર્કર તરીકે ઓળખીએ છે.
જે સમાજ એ સેક્સ વર્કર ને એવી નજરથી જુએ છે .તેનું નામકરણ વેશ્યાના શબ્દોથી ઉલ્લેખ કર્યો છે .આ પ્રવૃત્તિમાં તેના હજારો સ્વપ્ન ચકનાચૂર થઈ ગયા છે આ કામકાજ દરમિયાન તેણી ને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો .તેમની વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી. પણ લગ્ન ન કરી શકી કેમકે સમાજ જવાબદાર બન્યો ,શહેરના લોકોના મેહેણાં ટોણા સેક્સ વર્કર કોઈને પ્રેમ જ ન કરી શકે ?તો તેને પોતાની વ્યથા ઠાલવવા નો અધિકાર નથી ? શું તેને પોતાનું ઘર વસાવવા નો અધિકાર નથી પણ સમાજના હોદ્દેદારો અને આગેવાનો આમ વિચારે, તે જો લગ્ન કરી લે તો બીજા પુરૂષની ઈચ્છા કઈ રીતે સંતોષી શકે ,આ એક મોટો પ્રશ્ન હતો .આ કારણથી તેનું ઘર પણ વસાવા દેવામાં આવતું ન હતું પરિણામે સ્ત્રી અને તેના સ્વપ્નને ફગોડી દેવામાં આવતા હતા. હવે મને તે સમજાતું નથી સ્ત્રી પોતાના પ્રેમીને ઝંખે છે તો તે જ પ્રેમીની હત્યા કરી દેવાઈ છે. તેના સ્વપ્ન ચકનાચૂર કરી દેવાય છે. શું તે એક સ્ત્રી તરીકે પોતાનો પ્રેમ ઝંખે તે ખોટું છે. તેને પોતાના પ્રેમને પામવા નો અધિકાર નથી, તેની સાથે સુહાગરાત એક તૃષ્ણાના બની ને રહી જાય છે.તેની ઇચ્છા એક પ્રેમ મેળવવાની હોય છે. પણ તે તો કેટલાય પુરુષોની સુહાગરાત માં રંગ જમાવી બેઠી હશે, કોણ જાણે છે.આખા દિવસ દરમિયાન કેટલાય પુરુષો તેણી ના સ્વપ્નો ચકનાચૂર કરતા હશે, તેના માટે કોઈ સુહાગરાત જેવી રહી હશે .ખરી અથવા તેની સાથે હંમેશા બળાત્કાર થતો હશે .તેમને જોયેલા સપના હવે તે સ્ત્રી પોતાના પ્રેમીને ઝંખે છે. અને કાગ ની દોડે રાહ જોઈને બેઠી છે. તેણી સાથે તે સંસાર સુખ મેળવવા માટે તત્પર છે. પણ આ વાત કોણ સમજે તે સ્ત્રીને બધાના નામ સરનામાં ખબર છે કયો શહેર નો તે પણ ખબર છે .પણ આ સ્ત્રીનું કોઈ નામ બને કે સરનામું તે કોઇ સમાજ ઇચ્છતો નથી આજની પરિસ્થિતિ જવાબદાર છે.શુ મર્દ દર્દ નહીં થતું હોય ,પણ શું કરી શકે તે સ્ત્રી પોતે માતૃત્વ પણ ઝંખે છે.પણ બાળક ને જન્મ આપવા થી ડરે છે.તેના સંતાનોને પણ આ કીચડ માં તો નહીં ધકેલી ને તે બીકથી તેને ડર લાગે છે .આ સમાજ શુ આ સ્ત્રી ની મદદ નહિ કરે ,આ સમાજ તેની સાથે નહીં ઉભો રહે , સ્ત્રી મૌન રહીને ઘણું બધું કહેવા માંગે છે. પણ જે પુરુષ તેની પાસે જાય છે .તે તેણે સમજે છે ખરો ના બસ તે તો પોતાના આનંદ નું મશિન સમજે છે .અથવા તો રમકડું રમી ને પોતાની હવસ ની તૃષ્ણા ને તૃપ્ત કરેછે.સ્ત્રી ને નજીક થી ઓળખો તો ઘણું બધું કહેવા માંગે છે .પરંતુ આ દુનિયામાં વિશ્વાસુ પાત્ર મળે કોણ ?કોણ સાથ આપે હંમેશા ,પુરુષપ્રધાન દેશમાં પુરુષ જબરજસ્તી કરે છે .એવું હવે મને લાગી રહ્યું છે. ત્યારે આ સ્ત્રીને કહાની છે તેની સુંદરતા પામવા માટે તેની હત્યા કરાઇ અને તેના સ્વપ્ન ને પણ ક્યાંક અંશે હત્યા થઈ રહી છે.એવું મને લાગે છે .આવતા લેખમાં આગળ વધુ…

લિ. ચેતના ગોસ્વામી ઉર્જાLeave a Reply

Your email address will not be published. Required fields are marked *