સુરત ના એક વકીલે SMC દ્વારા કરવામાં આવતું કૌભાંડ બહાર પાડયુ…

શેર કરો

સુરતના નામાંકિત વકીલ સંજયભાઈ રૂપાપરા દ્વારા આજે અમારી ટિમ સમક્ષ સંપૂર્ણ પુરાવા રજુ કરી એસએમસી દ્વારા જે પણ કૌભાંડ કરવાંમાં આવે છે તેની વિગતવાર સમજૂતી આપી.


સંજયભાઈ નું કહેવાનું એમ છે કે એસએમસી દ્વારા જાહેર વાંચનાલયો માં કૌભાંડ કરવામાં આવે છે તેમજ કર્મચારીઓ નું શોષણ કરવામાં આવે છે તેમજ આ તમામ બાબતના પુરાવા તેમજ સૌગંધનામાં સાથે તેમના દ્વારા મ્યુ. કમિશ્નર, સુ.મ.ન.પા., ડે. મ્યુ કમિશ્નર શ્રી, સુ.મ.ન.પ, સુરત, ગ્રન્થપાલ સાહેબ, કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય,સુ.મ.ન.પા., તેમજ વિજિલન્સ એન્ડ ઇન્સ્પેક્ટર વિભાગ ,સુ.મ.ન.પા. ને ન્યાયી કાર્યવાહી કરવા ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ તેમના દ્વારા તારીખ 16-01-2021ના રોજ કરવામાં આવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવેલ છે કે સુરત મહાનગર પાલિકા ની વાંચનાલય કોન્ટ્રેક્ટ બેજ પાર ચલાવવામાં આવે છે જેનો કોન્ટ્રેક્ટ આકાર સીએસએમએસ ને આપેલ છે.આ બાબતે છેલ્લા ઘણા સમય થી સુરત મહાનગર પાલિકા દ્વારા તપાસ ચાલુ છે તેમજ કર્મચારીની ફરિયાદ પડતર છે અને ન્યાયાલય માં કેસ પણ શરુ છે.તેમજ કર્મચારી ને મળતા લાભો માં છેતરપિંડી થાય છે તેવું જણાવવામાં આવ્યું છે અને કર્મચારી ના પગારમાં પણ શોષણ થાય છે તેવું પણ જાણવા મળ્યું છે તેમજ કર્મચારી ને તેની મુદત પહેલા પણ છુટા કરવાની વાત મળતા સુરત ના જાગૃત વકીલ સંજયભાઈ રૂપાપરા દ્વારા તાપસ કરી ને ફરિયાદો કરવામાં આવી છે.

સંપૂર્ણ અહેવાલ ના પુરાવા તેમજ રજુ કરેલ તમામ વિગતો નીચે મુજબ ની પીડીએફ માં છે.CamScanner 01-17-2021 11.45.54

તમે આ લેખ બોલશે ભારત ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *