સ્ટ્રીટ લાઈટ ઉપલબ્ધ કરાવવા અને સિંહ ની કનડગત સામે કાર્યવાહી કરાવવા ટીમ ગબ્બર ની રજૂઆત…

શેર કરો

પ્રતિ,
કલેક્ટર શ્રી,ગીર સોમનાથવિષય:તાલાલા તાલુકાના માધુપુર ગીર ગામમાં સ્ટ્રીટ લાઈટ ઉપલબ્ધ કરાવવા અને સિંહ ની કનડગત સામે કાર્યવાહી કરાવવા બાબતે..જય ભારત સહ જણાવવાનું કે અમો કે એચ ગજેરા એડવોકેટ બી ૩ દિવ્ય શક્તિ સોસાયટી પુણા ગામ સુરત ૩૯૫૦૧૦ ને જાણવા મળ્યું છે કે,માધુપૂર-ગીર ગામ માં રાત્રે સ્ટ્રીટ લાઇટ ના હોવાના કારણે સમગ્ર ગામમાં અંધકાર થઈ જાય છે અને રાત્રિ ના સમયે અવારનવાર સિંહ ગામમાં આવી જાય છે અને અંધકાર ને લીધે લોકોને સિંહ આવ્યા અંગે પણ ખબર ન પડે અને તાજેતરમાં વિરપુર ગામ માં શિક્ષક ને દિપડા ના હુમલામાં જાન ગુમાવ્યા નો બનાવ બન્યો છે. અગાઉ પણ અસંખ્ય વાર વન્ય પ્રાણીઓ ના હુમલાના બનાવો બન્યા હતા તેમ છતાં પણ વન વિભાગ દ્વારા આ અંગે કોઈ યોગ્ય રીતે પગલાં લેવામાં આવેલ નથી. અને છેલ્લા ૨૦ દિવસ થી ગામમાં સિંહ આવતો હોય જેથી આવા વન્ય પ્રાણીઓની કાયમી કનડગત ચાલુ છે અને આ બાબતે વનવિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરી, કરાવી અને ભવિષ્યમાં વન્ય પ્રાણીઓ થી અન્ય કોઈ બીજા ખેડૂતો પર હિંસક હુમલો ન થાય તેવી વ્યવસ્થા કરવા માટે અમારી રજુવાત છે. અને માધુપુર ગીર ગામ માં ગામના રસ્તા પર સ્ટ્રીટ લાઇટ ઉપલબ્ધ કરાવવા અને કાયમી અમારી સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમારી ટીમ ગબ્બર ગુજરાત ની માંગણી અને રજુવાત છે અને અમારી રજુવાત અમો એ ઈમેલ દ્વારા કરેલી છે. અમારી ઉપરોક્ત લેખિત રજુવાત અન્વયે કરેલી કાર્યવાહી નો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે અમારા પત્ર વ્યવહાર ના સરનામે મોકલી આપવા માટે અરજ છે.
ફરિયાદી નું નામ:કે એચ ગજેરા એડવોકેટ અને વિજય હીરપરાપત્ર વ્યવહાર નું સરનામું :બી ૩ દિવ્ય શક્તિ સોસાયટી પુણા ગામ સુરત ૩૯૫૦૧૦ મોં. ૯૬૬૪૮૩૫૮૭૧નકલ રવાના:

૧. કલેકટર શ્રી. ગીર સોમનાથ૨. જિલ્લા વિકાસ અધિકારી૩.મામલતદાર શ્રી.તાલાલા૪ તાલુકા વિકાસ અધિકારી તાલાલાLeave a Reply

Your email address will not be published. Required fields are marked *