વ્હાલી દીકરી યોજનામાં મળશે 1,00,000 રૂપિયા, વાંચો કઈ રીતે મળશે આ યોજના નો લાભ

શેર કરો

ગુજરાત સરકારમાં આમ તો છોકરીઓ માટે ઘણી સ્કીમો છે, ઉપરાંત કેન્દ્રની મોદી સરકાર પણ દીકરીઓના વિકાસ માટે કટ્ટીબ્ધ છે.ગુજરાતમાં પહેલાથી જ કન્યાશિક્ષણ મફત છે, દીકરીઓના જન્મદરમાં વધારો કરવા, તેઓની આર્થિક-સામાજિક સ્થિતિ મજબૂત કરવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેટ ઘટાડવા તેમજ બાળ-લગ્ન અટકાવવાના હેતુથી રાજ્ય સરકારે જાહેર કરી “વ્હાલી દીકરી” દીકરીને હજુ પણ અમુક સમાજ ભણાવતા નથી જેથી તેઓ ભણાવતા થાય.આર્થિક લાભ માટે, તો પણ દીકરીઓ ભણી શકે તે હેતુથી સરકારે શરૂ કરેલ છે આ યોજના.


* દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની સહાય.  દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.  દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય. દીકરી પુખ્ત વયની થતા ઉછ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.લાભ લેવા માટે પાત્રતા* તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.  દંપતીની વધુમાં વધુ 2 દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.  દંપતીની પ્રથમ અને દ્રિતીય દીકરી બંનેને લાભ મળવાપત્ર રહેશે.  પ્રથમ દીકરો અને બીજી દીકરી હોય તો બીજી દીકરીને સહાય મળવાપાત્ર રહેશે.

લાભ મેળવવા માટે જરૂરી પુરાવા

* દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (2,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા) ,* દીકરીના માતા-પિતા નો આધાર કાર્ડ,* દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ),* દીકરી નો જન્મ દાખલો,* દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર,* દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા,* વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું,યોજનાનું ફોર્મ અને લાભ લેવા જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી, યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *