અમદાવાદમાં ધોળા દિવસે જુના મંગેતરે યુવતી નો જાહેરમાં હાથ પકડી, કહ્યું… તું મારી સાથે હોટલમાં ચાલ, મારે…’

શેર કરો

ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે યુવતીઓ પર અત્યાચાર ખુબ વધી રહ્યા છે. દરરોજ અનેક છેડછાડ અને બળાત્કાર ના કેસો પ્રકાશમાં આવી રહ્યા છે. અપરાધીઓને જાણે હવે કાયદાનો કોઇ ડર જ ના રહ્યો હોય તેમ એક પછી એક અનેક ગુનાઓ કરી રહ્યા છે. બીજી બાજુ ગુજરાત રાજ્યમાં નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે પોલીસે અલગથી ટીમ પણ બનાવી છે.

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં એક યુવતી સાથે છેડતીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખોખરા વિસ્તારમાં ધોળા દિવસે એક યુવતી રીક્ષામાં જઈ રહી હતી ત્યારે તેના જુના મંગેતરે જાહેર રોડ પર યુવતીનો હાથ પકડીને તેની સાથે હોટલમાં આવવા માટે દબાણ કરી રહ્યો હતો. આ કિસ્સામાં યુવતી પોતાના જુના મંગેતર સાથે આના-કાની કરી રહી હતી. તેમ છતાં યુવકે કોઇ પણ જાતના ભય વગર તેનો હાથ પકડી લીધો હતો.

આ મામલે છેવટે યુવતીએ તેના જુના મંગેતરની આ હરકતને કારણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો જુનો મંગેતર કઈ કમાતો ન હતા, જેના કારણે તેને આ યુવક સાથે સગાઇ તોડી નાખી હતી.

આ વિશે મળતા વિશેષ અહેવાલ અનુસાર, ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં પી.જી. તરીકે એક યુવતી રહેતી હતી. તેનો પરિવાર અમદાવાદ શહેરના શાહ-આલમ વિસ્તારમાં રહે છે.

તેની સગાઇ દોઢ વર્ષ પહેલા આરીફ ખાન નામના એક યુવક સાથે થઇ હતી. પરંતુ આરીફ ખાન કંઇ કમાતો ન હતો. જેના કારણે યુવતીએ આરીફ ખાન સાથે સગાઇ તોડી નાખી હતી. સગાઇ ટૂટી ગયા બાદ આરીફ ખાને આ યુવતીને હેરાન-પરેશાન કરવાનું ચાલું કર્યું હતું.

તાજેતરમાં યુવતી અમદાવાદ શહેરના બરોડા એક્સપ્રેસ-વે પર જઈ રહી હતી, ત્યારે આરીફ ખાન રીક્ષાનો પીછો કરતો તે યુવતીની પાછળ આવ્યો હતો. ત્યારબાદ અમદાવાદના ખોખરા પાસે આરીફ ખાને યુવતીની રીક્ષા ઉભી રખાવી હતી.

ત્યારબાદ જુના મંગેતરે યુવતીનો હાથ પકડી છેડતી આકરી હતી અને પોતાની સાથે હોટલમાં આવવા માટે દબાણ પણ કર્યું હતું. આરીફ ખાને ભરબજારે યુવતીનો હાથ પકડી લીધો હતો, યુવતીએ અનેક વખત આના-કાની પણ કરી પરંતુ આરીફ ખાન માન્યો ન હતો.

છેવટે જાહેર રોડ પર આવો કિસ્સો બનતા યુવતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. યુવતીએ પોલીસ સ્ટેશનમાં આરીફ ખાનને લઇને સઘળી માહિતીના આધારે ફરિયાદ દાખલ કરાવી હતી. આખરે યુવતીએ આ મામલે ખોખરા સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસે આરીફ ખાન સામે આઇ.પી.સી. ધારા ૩૨૩, ૩૫૪ અને ૫૦૪ મુજબ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *