અમદાવાદ સહિત ગુજરાતભરના આ વિસ્તારો માટે આગામી બે દિવસ રહેશે સૌથી ભારે, હવામાનની મોટી આગાહી

શેર કરો

રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં નદી-નાળા છલકાયાં છે. ગત સપ્તાહમાં ધોધમાર વરસાદે વિરામ લીધો હતો પરંતુ ફરીથી છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. બીજી તરફ હજુ બે દિવસથી સુધી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.




વરસાદી સિસ્ટમ સર્જાતા છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે. આજે રવિવારે પણ રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ત્યારે હજુ પણ હવામાન ખાતાએ બે દિવસ દરમિયાન ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે.



શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે. ધીમીધારે શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. બોપલ, એસજી હાઇવે, સેટેલાઇટ, વસ્ત્રાપુર, જજીસ બંગલો, નારણપુરા, ઘાટલોડિયા, મોટેરા, સાબરમતી, ચાંદખેડા, નરોડા, મેમ્કો, વિરાટનગર, મણિનગર, વટવા, મણિનગર, વસ્ત્રાલ સહિતનાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વિઝીબિલિટી ઓછી હોવાથી રોડ પર વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.



તા. 31 ઓગસ્ટે બનાસકાંઠા, સુરત, નવસારી, જામનગર, દ્વારકા, કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં અતિભારે વરસાદ પડશે. પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાડ અને દિવમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.



તા. 01 સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છમાં અતિભારે વરસાદ પડશે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *