પુરુષોની ત્વચા પર ચમક લાવશે આ 4 ઘરેલુ ઉપાય, જરૂર કરો ટ્રાય

શેર કરો

ગુજરાત ન્યુઝ અને માહિતી: આજના વધતા જતા ટેક્નોલોજી યુગમાં લોકો માતૃભાષાને ભૂલી રહ્યા છે ત્યારે ગુજરાતી ભાષા પ્રત્યે આપણું સન્માન જળવાઈ રહે અને ગુજરાતી ભાષાના વાંચન પ્રત્યે રુચિ રહે તે હેતુથી અમે અવનવા લેખો ગુજરાતી ભાષામાં આપની સમક્ષ મૂકીએ છીએ.
આજના સમયમાં મહિલા હોય કે પુરુષ દરેકને સ્વચ્છ અને દાગ વગરનો ચહેરો જોઈએ છે. ઘણા પુરુષો સ્ત્રીઓની જેમ જ પોતાની ત્વચાની સંભાળ રાખે છે. જે પુરુષો બજારના બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરવા માંગતા નથી તેના માટે અમે ખાસ હોમમેઇડ નેચરલ ફેસ માસ્ક વિશે જણાવી રહ્યા છીએ.દહીં અને મધનું માસ્કતમારા ચહેરા પર મધ લગાવીને તેને 10 મિનિટ સુધી રહેવા દો. તે પછી તમારા ચહેરાને ધોઈ લો, તમારી ત્વચા ગ્લો થવા લાગશે. તમે દર બે દિવસે મધ અને દહીં મેળવીને પણ ચહેરા પર લગાવી શકો છો. મધ અને દહીંના માસ્કને તમારા ચહેરા પર લગાવીને 2-3 મિનિટ સુધી તેને ઘસો, પછી તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.મધ અને ઇંડાનું માસ્કએક ચમચી મધમાં ઈંડાનો પીળો ભાગ મિક્સ કરો. હવે તેમાં બદામની પેસ્ટ નાખો. તેને સારી રીતે મિક્સ કરી લો. પછી તેને ચહેરા પર લગાવીને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો. તમારો ચહેરા પર રહેલું માસ્ક સૂકાય જાય પછી ચહેરાને હળવા ગરમ પાણીથી ધોઈ લો, તમારી ત્વચા પર ગ્લો આવી જશે.ઈંડા, છાશ અને એલોવેરા જેલ

એક સ્વચ્છ બાઉલમાં એલોવેરા જેલ, એક ઇંડાનો સફેદ ભાગ અને 1-2 ચમચી છાશ નાખી તેનું મિશ્રણ બનાવો. આ મિશ્રણને તમારા ચહેરા અને ગળા પર લગાવો. 15-20 મિનિટ સુધી આ મિશ્રણને તમારા ચહેરા પર રહેવા દો. ત્યારબાદ નવશેકા પાણીથી તમારા ચહેરાને ધોઈ લો. ઓઈલી ત્વચાથી છુટકારો મેળવવા માટે આ સૌથી શ્રેષ્ઠ ઘરેલું ઉપાય છે.બેસનનું ક્લીનઝરબેસન સૌથી પ્રાચીન અને સૌથી પ્રખ્યાત કુદરતી હોમમેઈડ ફેસ વોશ છે. બેસનને દૂધ, દહીં અથવા મલાઈમાં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. તમારા ચહેરા પર આ પેસ્ટ લગાવો અને થોડી મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો. તેને 15 મિનિટ સુધી સૂકાવા દો. સુકાયા પછી ઠંડા પાણીથી તમારો ચહેરો ધોઈ લો.“21 મી સદી એ જ્ઞાનની સદી છે અને જ્ઞાન એ જ 21 મી સદીનું ધન છે.” આવા જ અન્ય અવનવા જ્ઞાનવર્ધક લેખ નિયમિત રીતે વાંચતા રહેવા માટે અમારા ફેસબુક પેજ ગુજરાત ન્યુઝ અને માહિતી ને લાઈક કરો તથા આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *