મેલેરિયાનો તાવ મટાડવા અપનાવો આ ચમત્કારી ઘરેલું ઉપાય..તરત ઉતરી જશે તાવ

શેર કરો

મેલેરીયા તાવથી કોઈ પણ લોકો અજાણ નથી.’મેલેરીયા’ રોગ એ ‘મેલેરિયા પેરાસાઇટ્સ’ નામનાં સૂક્ષ્મ જંતુઓથી થાય છે.

આ જંતુઓનું નામ ‘પ્લાઝમોડિયમ’ છે. આ જંતુ નરી આંખે જોઈ શકાતા નથી.

આ રોગને આયુર્વેદીક ઔષધો અને ઘરગથ્થુ પ્રયોગો પણ દૂર કરી શકે છે, પણ આપણે આ રોગ અને તેનાં ઉપરનાં પ્રયોગો વિશે જાણતા હોઈએ તો જ તેને દૂર કરી શકાય ને! તો, ચાલો જાણીએ આ ઘરગથ્થું ઉપાય…

1) એક ચમચી પીપરીમૂળનું ચૂર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવું. તેનાથી પણ મેલેરિયાનાં રોગમાં ઘણો જ ફાયદો થાય છે.

2) તુલસી-મરીનો ઉકાળો ગરમ-ગરમ પીવાથી ઠંડી ઉતરી જાય છે. ઉકાળામાં ગોળ નાખવો અને ગેસ પરથી ઉતારીને લીંબુ નીચોવી પિવડાવવાથી મેલેરિયામાં ઘણો જ ફાયદો થાય છે.

3) સિંધવ મીઠુ સ્વાસ્થય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. 10 ગ્રામ સિંધવ મીઠામાં 40 ગ્રામ દેશી ખાંડ ઉમેરીને તેને પીસી લો. હવે આ ચૂર્ણને અડધી ચમચી રોજ 3 વખત ગરમ પાણી સાથે લેવાથી મેલેરિયાનો તાવ દૂર થાય છે.

4) સુદર્શન ચૂર્ણ અને સૂંઠનો ક્વાથ બનાવી થોડો ગોળ નાખી તે દર્દીને પીવડાવવાથી પણ મેલેરીયા અને શરદીનો તાવ મટે છે.

5) થોડૂંક આદુ લઇને તેમા 2 – 3 ચમચી કિશમિશ ઉમેરીને પાણીની સાથે ઉકાળી લો. જ્યાં સુધી પાણી અડધુ ન રહે ત્યાં સુધી તેને ઉકાળતા રહો. થોડૂંક ઠંડુ થાયા બાદ તેને દિવસમાં બે વખત લો. તેનાથી મેલેરિયાનો તાવ ઓછો થવામાં ખૂબ મદદ મળે છે.

6) લસણની પાંચ કળી વાટી તલનાં તેલમાં કે ઘીમાં સાંતળી સિંધવ મીઠું ભભરાવીને ખાવું.

નોંધ: નમસ્કાર મિત્રો, આ આર્ટીકલ અમે પુસ્તકો અને નિષ્ણાત ડોકટરોની મદદ લઇ ને પ્રકાશિત કરેલ છે પરતું દરેક વ્યક્તિની તાશીર અલગ અલગ હોય છે જેથી આ ઉપચારનો ઉપયોગ કરતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ જરૂર લેવી.

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *