ખીલ મટાડવા કરી લો આ ઉપાય, બધા જ ખીલ થઇ જશે રાતો રાત ગાયબ…

શેર કરો

કિશોરાવસ્થામાંથી યુવાનીમાં પગ મૂકતાં મોટાભાગના યુવક-યુવતીને સૌથી વધુ પરેશાન કરનારું અને ચિંતાજનક લાગતુ હોય તો એ છે મોઢા પર થતા ખીલ. આ ખીલ ગમે ત્યારે ફૂટી નીકળે છે. જેના કારણે ચહેરો ખરાબ લાગે છે. તો આજે અમે તમારા માટે એક એવી ટિપ્સ લઇને આવ્યા છીએ જેનાછી કાયમ માટે ખીલની સમસ્યાથી રાહત મળી શકે છે.
*  કાચા પપૈયાને કાપવાથી તેમાંથી જે દૂધ જેવો પદાર્થ નીકળે તેને મોઢા પર રોજ નિયમિત લગાડવાથી ખીલ કાયમ માટે જડમાંથી મટી જાય છે.*  સૂતી વખતે કુણા પાણીથે એમોઢુ ધોવુ, પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવીને સૂઈ જવુ. સવારે સાબુથી મોઢુ ધોવુ. આ પ્રયોગથી ખીલ મટે છે.*  સૌ પ્રથમ એક ટામેટાને વચ્ચેથી કટ કરી લો. ટામેટાને કટ કરી તેને થોડોક સમય ચહેરા પર મસાજ કરો. એટલું કર્યા પછી ચહેરાને ઠંડાપાણીથી ધોઇ લો. રોજ આ ઉપાય કરવાથી થોડાક દિવસમાંજ ખીલની સમસ્યા દૂર થઇ જશે. ટામેટાને પીસીને ચહેરા પર તેનો લેપ લગાવવાથી સ્કિનની ચમક બે ગણી વધી જાય છે. ખીલ, ચહેરાની કરચલીઓ અને ડાઘ-ધબ્બા દૂર કરવામાં મદદ મળે છે. ટામેટાની સાથે કાચી હળદરનો રસ પણ ખીલથી રાહત મેળવવા માટે ખૂબ અસરકારક ઉપાય છે. જેથી ટામેટા અને કાચી હળદરના રસના મિશ્રણ તૈયાર કરો અને તેને પીવાથી જડમૂળથી ખીલની સમસ્યા ગાયબ થશે.*  મોઢા પર મૂંળાના પાનનો રસ ચોપડવાથી પણ ખીલ અઠવાડિયામાં મટે છે.*   મોઢા પરના કાળા ડાધ દૂર કરવા માટે તુલસીના પાનના રસમાં લીંબુનો રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા પર લગાડી દેવો અને સુકાય જાય કે મોઢુ પાણીથી ધોઈ નાખવુ. આ રીતે 15 દિવસ કરવાથી મોઢા પરના કાળા ડાધા દૂર થઈ જશે.*  ખીલ મટી ગયા પછી મોઢા પર રહેલા ખીલના ડાધ દૂર કરવા માટે પાકેલા પપૈયાના ગૂદાને છૂંડીને તેની માલિશ મોઢા પર કરવી. પંદર વીસ મીનિટ પછી તે સુકાય જાય ત્યારે પાણીથી મોઢુ ધોઈ નાખવુ અને રુંવાટીવાળા ટુવાલથી મોઢાને સારી રીતે લૂંછી લેવુ. પછી મોઢા પર કોપરેલ લગાડવુ. એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરશો તો મોઢા પરના ખીલના ડાધ મટી જશે.

*  બટેટા : ચહેરા ઉપરના ડાઘ-ધબ્બા મટાડવા માટે સૌથી સસ્તો અને સારો ઉપાય છે બટેટા. સૌથી પેલા તમે બટેટાની સ્લાઈસ બનાવો તેને ચહેરા ઉપર તેને 10 મિનીટ સુધી ઘસો અને પછી ચહેરા ઉપર લગાવીને 10 મિનીટ માટે મૂકી રાખો. દિવસમાં 2-3 વખત આમ કરવાથી તેની અસર જલ્દી જોવા મળશે.*  બદામ અને દૂધ : બદામમાં રહેલા વિટામીન ‘ઈ’ જે ત્વચાની જાળવણી કરે છે અને દૂધમાં લૈકટીક એસીડ હોય છે જે ત્વચા માંથી રેસા દુર કરે છે. આપણા ચહેરા અને ગરદન ઉપર બદામનું તેલ લગાવીને માલીશ કરો 15-20 મિનીટ પછી વધારાનું તેલ લુછી લો. આવું નિયમિત રીતે કરવાથી વહેલા ફાયદો થશે. બીજી રીતમાં 7-8 બદામ પાણીમાં 12 કલાક માટે પલાળી દો અને પછી છોતરા કાઢીને તેને વાટીને તેમાં થોડું દૂધ ભેળવો. આ પેસ્ટને ડાઘ-ધબ્બા ઉપર લગાવો અને આખી રાત માટે રાખો. સવારે ઠંડા પાણીથી ધોઈ નાખો. 15 દિવસ માં જ તેની અસર જોવા મળશે.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *