તમને નહી ખબર હોય ભારતના રાષ્ટ્પતિ હોવા છતાં ડૉ. એપીજે અબ્દુલ કલામની સંપત્તિ હતી આટલી…

શેર કરો

અત્યારે કોઈ એવો વ્યક્તિ નહી હોય જે ડો.એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબને ના ઓળખતો હોય. પણ આજે અમે તમને થોડીક એવી
વાતો જણાવવાના છીએ જે ભાગ્યે જ લોકો ને ખબર હશે. ડો.એ.પી.જે. અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર, 1931ના રોજ  તમિલનાડુ રાજ્યના રામેશ્વરમમાં થયો હતો. અબ્દુલ કલામ એક ઉત્તમ વૈજ્ઞાનિક માત્ર નહોતા, પણ ઉમદા વ્યક્તિત્વ પણ ધરાવતા હતા. તે દરેકને સાથે લઈને ચાલવામાં માનતા હતા. તેઓ મિસાઇલમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે.






ડો.એ.પી.જે. અબ્દુલ કલામ ભારતના 11મા રાષ્ટ્રપતિ હતા. તેઓ ૨૦૦૨માં ભારતના રાષ્ટ્રપતિ પદ માટે સિલેક્ટ થયા હતા. થોડા સમય પહેલા અબ્દુલ કલામની સંપતિને લઇ તેમના સગા સંબંધીઓ વચ્ચે વિવાદની થયાની ખબર આવી હતી. પરતું એક રીપોર્ટ મુજબ અબ્દુલ કલામની સંપતિ ના બરાબર જ હતી. સંપતિમાં એવું કશું ન હતું કે જેના પર વાત-વિવાદ કે દાવેદારી થઇ શકે.





રિપોર્ટ મુજબ કલામના જીવનમાં ફક્ત જરૂરિયાતની વસ્તુઓ જ હતી. બહુ જ બધી ભૌતિક વસ્તુઓ તેમની પાસે નહોતી. તેમની પાસે જે જરૂરિયાતની વસ્તુઓ હતી તેના આધાર ઉપર એ કહી શકાય છે કે તેમની પાસે એવું કઈ જ નહોતું જેને સંપત્તિનું નામ આપી શકાય છે.





રિપોર્ટ મુજબ કલામ સાહેબ પાસે કોઈ સંપત્તિ નહોતી. તેમની પાસે જે વસ્તુઓ હતી તેમાં છ શર્ટ, ચાર પાયજામા, ત્રણ શૂટ, એક રીસ્ટ વોચ, મોજાની કેટલીક જોડીઓ અને 2500 પુસ્તકો હતી. હેરાનીની વાત તો એ પણ છે કે ભારતના રાષ્ટ્પતિ હોવા છતાં તેમની પાસે ફ્રિજ પણ નહોતું. ડોક્ટર સાહેબ પાસે તો TV પણ નહોતું અને ગાડીમાં AC પણ નહોતું. તેમની કમાણીનો મુખ્ય સ્ત્રોત તે રોયલ્ટી હતી જે તેમના લખેલા ચાર પુસ્તકો દ્વારા તેમને મળતી હતી. તેમને પેંશન પણ મળતું હતું.







ડોકટર અબ્દુલ કલામ સાહેબ ખુબ જ સામાન્ય જીવન જીવ્યા અને તેના કારણે જ આજે આખો દેશ તેમને દિલ થી નમન કરે છે. તેમને જે પણ કોઈ કાર્યો કર્યા તે બધા જ દેશ હિતમાં હતા. તેમના જેવું વ્યક્તિત્વ મળવું ખરેખર અસંભવ છે.





તમને બતાવી દઈએ કે કલામે આખા દેશમાં જઈને ઘણા યુવા વર્ગને પોતાના માર્ગદર્શન અર્પણ કર્યું હતું અને આખા દેશમાં ફરીને લગભગ 1 કરોડ 70 લાખ યુવાનો સાથે મુલાકાત કરી હતી. અને તેમનું અવસાન પણ યુવા વર્ગને માર્ગદર્શન આપતા જ થયું હતું અને તે અત્યાર સુધીના યુવા વર્ગના ખુબજ મહત્વ પૂર્ણ રાષ્ટ્રપતિ હતા.





DRDO ના એખ પૂર્વ ચીફ જણાવે છે કે, અગ્નિ મિસાઈલ ટેસ્ટ સમયે ડોકટર કલામ સાહેબ ઘણાં નર્વસ હતા. તે પોતાનું રાજીનામું સાથે લઈને ફરતા હતા. તેમનું કહેવું હતું કે જો કંઈક પણ ખોટું થશે તો તે જવાબદારી લેશે અને પોતાનું પદ છોડી દેશે.





કલામ સાહેબ રાષ્ટ્રપતિ બનવાની જાહેરાત થયાના થોડા સમયમાં જ તેઓ એક સરકારી શાળામાં પ્રવચન આપવા ગયેલા. લગભગ 400 બાળકોને સ્પીચ આપતી વખતે જ લાઈટ જતી રહી અને માઈક્રોફોન બંધ થઈ ગયું. કલામ સ્ટેજ પરથી ઊતરીને બાળકોની વચ્ચે જતા રહ્યા અને ત્યાં એમણે કોઈ જ માઈક્રોફોન વિના પોતાનું પ્રવચન પૂર્ણ કર્યું.





DRDOમાં કામનું પ્રેશર વધારે હોતુ હતું. એક વાર તેમના એક સાથી વૈજ્ઞાનિકે તેમની પાસે આવીને તેમની પાસે ઘરે વહેલા જવાની પરમિશન માંગી, કારણ કે તે પોતાના બાળકોને એક્ઝિબિશનમાં લઈ જવા માંગતા હતા.





ડો.કલામે તેમને પરમિશન તો આપી દીધી, પણ તે વૈજ્ઞાનિક કામના ચક્કરમાં પોતે જ ભૂલી ગયા કે તેમણે વહેલા ઘરે જવાનું છે. પણ જ્યારે તે ઘરે પહોંચ્યા ત્યારે ખબર પડી કે કલામના કહેવાથી તેમના મેનેજર બાળકોને એક્ઝિબિશન જોવા લઈ ગયા હતા.





કલામ સાહેબ વિષે જેટલું બોલો તેટલું ઓછુ પડે એવા મહાન વ્યક્તિ હતા. ખરેખર ભારતને આવા મહાન નેતા મળ્યા તેમના ચરણોમાં લાખો વંદન.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *