ચાણક્યનીતિ મુજબ આ 3 બાબતો ધરાવનાર વ્યક્તિ છે દુનિયાના સૌથી સુખી અને ધનવાન વ્યક્તિ…

શેર કરો

આચાર્ય ચાણક્યને કોણ નથી ઓળખતું. ચાણક્યની નીતિઓ દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ જાણીતી છે. એવું કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિ જો તેમની નીતિ અનુસરે તો તેઓ મન ચાહ્યું પરિણામ અને સફળતા પ્રાપ્ત પણ કરી શકે છે. પરંતુ હજી પણ કેટલીક વસ્તુઓ મનુષ્યમાં સ્વાભાવિક રીતે થાય છે. જેને ક્યારેય બદલી શકાય નહીં. કોઈ વ્યક્તિ આ વસ્તુઓ કોઈને શીખવી શકે નહીં.
આ ગુણોનો ઉલ્લેખ સમાન આચાર્ય ચાણક્યની નીતિઓમાં પણ છે. આજે આ લેખમાં એ ૩ વસ્તુઓ વિષે વાત કરી છે કે જે લોકો પાસે હોવી ખુબ જ સારી વાત માનવામાં આવે છે, અને આ સાથે સાથે એક બાબત તમને એ પણ જણાવી દઈએ કે આ વસ્તુઓ હોય છે તે દુનિયાનો સૌથી સુખી માણસ માનવામાં આવે છે, તો જાણીલો તમે પણ આ ૩ વસ્તુઓ વિષે…મિત્રો, વસ્તુઓ સાંભળીને તમારા મનમાં મોટી કાર ને બંગલો આવ્યા અહ્શે પરંતુ આજે અહી તેના વિષે વાત નથી કરી. ચાણક્ય અનુસાર, જે વ્યક્તિનાં બાળકો ખુબ જ યોગ્ય અને આજ્ઞાકારી હોય છે તેમને દુનિયાના સુખી વ્યક્તિનો દરજ્જો આપવામાં આવ્યો છે.આ સાથે સાથે માં બાપનું જીવન અને બધી જ ખુશી તેના બાળકમાં હોય છે, અને જો આ જ બાળક યોગ્ય ન થાય તો તેમનું જીવન નર્ક જેવું બની જાય છે, આમ જો બાળકો સારા ને ભાવનાશીલ હોય તો તે સૌથી કીમતી મૂડી કહેવામાં આવી છે અને આવા બાળકો ધરાવતા વ્યક્તિને સૌથી ધનવાન વ્યક્તિ કહેવાયા છે.ચાણક્ય કહે છે કે જે વ્યક્તિને આત્મ સંતોષ છે તેને ક્યારેય કોઈ પણ દુઃખનો સામનો કરવો પડતો નથી અને આ સિવાય જ્યાં સુધી વ્યક્તિને સંતોષ ન થાય ત્યાં સુધી તેના મનમાં વધુને વધુ લાલચ જાગતી જોવા મળે છે. અને તે ક્યારેય છે એટલામાં ખુશ ન રહી શકે તેને વધુ ને વધુ મેળવવાની જ લાલચ રહે છે અને આ જ લાલચમાં તે સરખું જીવી પણ નથી શકતો.આમ, જે વ્યક્તિ તેના કાર્યો અને સિદ્ધિઓથી સંતુષ્ટ હોય છે, તે કોઈપણ પ્રકારની ખુશીની ઇચ્છા રાખતો નથી. આત્મસંતોષ એ બધી ખુશી ગણાય છે અને આવા સંતોષ ધરાવનાર વ્યક્તિને ચાણક્ય નીતિ મુજબ સુખી વ્યક્તિ કહેવામાં આવ્યા છે.આચાર્ય ચાણક્ય કહે છે કે જે વ્યક્તિની પત્ની વેદનો અભ્યાસ કરે છે અને તે ઉપદેશોનું પાલન કરે છે, તેના ઘરે હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે. આમ આવી પત્ની ધરાવતા લોકો હમેશાં સુખી માનવામાં આવે છે.

આ સિવાય ઘરમાં જે વ્યક્તિના માતા પિતા તેને પુરેપુરા સમજે તો આનાથી મોટું શું ધન હોય સાહેબ. આજ સાચી મૂડી છે. આમ જે વ્યક્તિની પાસે એક સારા જીવન સાથી છે જે દરેક પગલા પર તેના પતિની સાથે આવે છે, આવી વ્યક્તિ દરેક સમસ્યાઓથી ખૂબ જ સરળતાથી બહાર નીકળી જાય છે અને સુખી અને સંતુષ્ટ જીવન જીવે છે.તેથી, સદ્ગુણ પત્ની ધરાવતા ચાણક્યના જણાવ્યા મુજબ તે વ્યક્તિ વિશ્વની સૌથી ખુશ વ્યક્તિ માનવામાં આવે છે.મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..Leave a Reply

Your email address will not be published. Required fields are marked *