રોજે સ્નાન કરી બોલીદો આ એક મંત્ર, ધનવાન બનતા કોઈ નહિ રોકી શકે તમને…

શેર કરો

શાસ્ત્રો અનુસાર, આપણને આપણા રોજિંદા નિત્યક્રમમાં ઘણા નિયમો અને ઘણી બાબતો છે કે જે ઘણા બધા લોકો નથી જાણતા. ઘણાં જ્યોતિષીઓ છે જે ઘણા મંત્ર વિશે કહે છે જે તમને જુદા જુદા સમયે બોલવું એ ખુબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય જો આપણે ધાર્મિક ગ્રંથોમાં આપેલા નિયમોને યોગ્ય તરીકે અનુસરીએ, તો આપણું નસીબ પણ પૂર્ણ સમર્થન આપે છે, અને જીવનમાં સમૃદ્ધિ આવે છે.
એવું માનવામાં આવે છે કે દેવી-દેવતાઓ તીર્થસ્થળો પર વસે છે, તેથી તીર્થ સ્થળોએ જઈને, સ્નાન કરી પૂજા કરવાથી વ્યક્તિને બધા પાપોથી મુક્તિ મળે છે અને મોક્ષ પણ મળે છે.આજે અમે તમને આવા મંત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે મંત્ર સ્નાન કર્યા બાદ બોલવાથી તમે ખુબ જ ધનવાન બની શકો છો અને આ સાથે આ મંત્ર સ્નાન કર્યા બાદ બોલવો ખુબ જ શુભ માનવામાં આવે છે, તો જાણીલો આ મંત્ર વિષે તમેપણ…શિવ પુરાણમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અનેક મંત્રોનો ઉલ્લેખ છે. આજે અમે તમને આવા મહામંત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના જાપ કરવાથી સંસારનો દરેક રોગ અને દુઃખો દુર થઇ જાય છે અને આ સાથે સાથે જીવનની બધી જ સમસ્યામાંથી છૂટી શકાય છે.આ મંત્રનો જાપ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, જે તમારા માટે ખૂબ મહત્વનું છે, આ બાબતોને ધ્યાનમાં ન રાખવાના કારણે તેની અસર ઉલટી પણ પડી શકે છે. શાસ્ત્રો અને પુરાણોમાં અસાધ્ય રોગોથી છૂટકારો મેળવવા અને અકાળ મૃત્યુ ટાળવા મહામૃત્યુંજયનો જાપ કરવાનો વિશેષ ઉલ્લેખ છે. ભગવાન શિવને પ્રસન્ન કરવાનો મંત્ર મહામૃત્યુંજય છે.મહામૃત્યુંજય મંત્ર :ૐ ત્રયમ્બકમ યજામહે , સુગન્ધિમ પુષ્ટિવર્ધનમ્ ।

ઉર્વારૂકમિવ બન્ધનામ્ , મૃત્યોર્મુક્ષીયમામૃતાત્ ॥આ મંત્રના જાપ વખતે એક બાબત એ પણ માનવામાં આવે છે કે, ભગવાન શિવના મંત્રનો જાપ રુદ્રાક્ષની માળાથી કરવો જોઇએ. મહામૃત્યુંજય ચાલીસાનો જાપ સાચો અને સચોટ રીતે કરવો જોઈએ.મંત્રના જાપ માટે એક નિશ્ચિત સંખ્યા સેટ કરો. ધીમે ધીમે જાપ કરવાની સંખ્યામાં વધારો પરંતુ તેને ઓછો કરશો નહીં. આ સાથે એમ પણ કહેવાય છે કે, ધીમા અવાજમાં મહામૃત્યુંજયનો જાપ કરો.આ સાથે આ મંત્રનો જાપ તમે દિવસમાં ગમે ત્યારે કરી શકો છો. ભગવાન શિવનાં ઘણાં નામ છે, કેટલાક તેમને રૂદ્ર કહે છે, કોઈ ભોલેનાથ, કોઈ શંકર અને કેટલાક તેમને મહાકાલ કહે છે. ભગવાન શિવની ઉપાસનાના વિશેષ નિયમો નથી અને તેમની પૂજા પદ્ધતિના મંત્રો પણ ખૂબ જ સરળ છે. શિવ પુરાણમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અનેક મંત્રોનો ઉલ્લેખ છે.મહામૃત્યુંજય મંત્ર ભગવાન શિવનો ખૂબ જ પ્રિય મંત્ર છે. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિ મૃત્યુ ઉપર જીત મેળવી શકે છે. આ મંત્રનો જાપ કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને અસાધ્ય રોગોનો પણ નાશ થાય છે.એમ કહેવામાં આવે છે કે મંત્રોચ્ચાર દ્વારા ભક્તો માત્ર ભોળા ભંડારી ભગવાન શિવને જ પ્રસન્ન કરી શકતા નથી, પણ તેમની કૃપાથી અનેક સંકટમાંથી મુક્તિ મેળવી શકે છે. મહામૃત્યુ મંત્ર દરમિયાન ધૂપ અને દીવો પણ તમે પ્રગટાવી શકો છો.મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..Leave a Reply

Your email address will not be published. Required fields are marked *