તુલસીના છોડને અડીને બોલીદો આ 1 મંત્ર, રાતોરાત ચમકી ઉઠશે તમારી કિસ્મત

શેર કરો

સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ મહત્વ આપવામાં આવે છે. માન્યતાઓ અનુસાર જે પણ આદર સાથે તુલસીની ઉપાસના કરે છે તેને બધા દેવી-દેવતાઓનો આશીર્વાદ મેળવે છે તેવું કહેવામાં આવે છે.

આજે આ લેખમાં એક એ મંત્ર વિષે વાત કરી છે કે જે તુલસીના છોડને અડીને બોલવાથી તમે રાતોરાત ધનવાન અને સુખી બની શકો છો, તો ખાસ જાણીલો આ મંત્ર વિષે તમેપણ…

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તુલસીનો છોડ હિંદુ ધર્મમાં એકમાત્ર પવિત્ર અને શુભ છોડ માનવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિ આ મંત્ર સંપૂર્ણ નિષ્ઠાથી બોલે છે તો, કુંડળીના દોષો અને દુર્ભાગ્યને ટાળી શકાય છે. તો ચાલો જાણીએ તુલસીના છોડ પાસે બોલવાના એ મંત્ર વિષે…

આ પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવી છે કે ઘરના આંગણામાં તુલસીનો છોડ હોવો જ જોઇએ.

શાસ્ત્રોમાં, તુલસીનો છોડ એક પવિત્ર, આદરણીય અને દેવી તરીકે પૂજાય છે. એવું માનવામાં આવે છે કે જો દરરોજ સવારે તુલસીના છોડની પૂજા ઘરે કરવામાં આવે તો મન સંપૂર્ણ શાંત રહે છે.

જે વ્યક્તિ નિયમિતપણે તુલસીની પૂજા અથવા આશીર્વાદ લે છે તે હંમેશા રોગ મુક્ત અને પાપમુક્ત રહે છે.

શાસ્ત્રો અનુસાર તુલસી પૂજનથી લઈને તુલસી પત્ર તોડવા સુધી કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દરરોજ તુલસીની પૂજા કરવામાં આવે છે ત્યાં સુખ અને સમૃદ્ધિ મળે છે. તુલસીની પૂજા કરતી વખતે વ્યક્તિએ આ નીચે આપેલા મંત્રને બોલવો જોઈએ.

મંત્ર :

ॐ सुप्रभाय नम :

જ્યોતિષીઓ અનુસાર શ્રી કૃષ્ણની ઉપાસનામાં તુલસીનું વિશેષ મહત્વ છે. તુલસીને ધાર્મિક ગ્રંથોમાં દેવી લક્ષ્મીના સ્વરૂપ તરીકે પણ માનવામાં આવે છે.

આમ તુલસીની પૂજા કરવાથી સંપત્તિનો લાભ મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ રહે છે.

તુલસીના પાન 11 દિવસ સુધી વાસી માનવામાં આવતાં નથી. રોજ તેના પાંદડા ઉપર પાણી છાંટવાથી ભગવાનને ફરી અર્પણ કરી શકાય છે. આથી દરરોજ તુલસીના પાંદડા તોડવા જરૂરી નથી.

હિન્દુ ધર્મમાં એક મહિનામાં બે એકાદશી આવે છે. એક કૃષ્ણ પક્ષમાં અને બીજું શુક્લ પક્ષમાં.

આ બંને એકાદશી પર ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવાની સાથે સાથે તુલસીની પણ પૂજા કરો. તુલસીની પૂજામાં દીવો પ્રગટાવો.

વિષ્ણુની દરેક ઉપાસનામાં તુલસીજીનું વિશેષ મહત્વ છે. જો કે અક્ષત એટલે કે તેમની પૂજામાં ભાતનો ઉપયોગ થતો નથી.

આમ તુલસીનો છોડ તમારી આવનારી આફત વિશેની માહિતી પણ આપે છે, સાથે સાથે તે પરિવારની આર્થિક સ્થિતિ માટે પણ શુભ માનવામાં આવે છે.

તુલસીને રસોડામાં લગાવવાથી ઘણા ફાયદા થાય છે, એવું કહેવામાં આવે છે કે તેનાથી પારિવારિક તકરાર ઓછી થાય છે.

આ સાથે, ઘરમાં વાસ્તુ ખામીને દૂર કરવા માટે ઘરમાં તુલસી એક ખુબ જ મહત્વનો ફાળો ભજવે છે.

તુલસી તમને તમારી ખરાબ બાબતો પહેલા સાવચેત કરે છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ સમસ્યા આવે છે ત્યારે તુલસી સુકાતી જોવા મળે છે.

આમ એવું પણ કહેવામાં આવે છે કે, જો તમે ઘરે બધુ બરાબર કરી રહ્યા છો, તો તુલસીજીની લીલોતરી હંમેશા રહેશે અને છોડ ક્યારેય સુકાશે નહીં.

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *