ચેતજો આવી ગયો એક નવો કાયદો, જો તમે તમારા વાહનના ટાયર ૩૦૦૦૦ KM થી વધુ ચાલેલા હશે તો…

શેર કરો

તમે બધા જાણતા જ હસો કે હમણા ભારત સરકાર વાહનો ને લઇ ને અવનવા કાયદા પસાર કરી રહી છે.એમનો આ એક કાયદો જે ઘણા બધા લોકો જાણતા નહી હોઈ. તો ચાલો જોઈએ શું છે આ કાયદો?

ભારત સરકારે થોડા સમય પહેલા સંશોધીત મોટર વ્હીકલ કાયદો સંસદમાં પસાર કર્યો હતો અને જેનો દેશભરમાં ગયા મહિનાથી અમલ શરૂ પણ કરી દેવામાં  આવ્યો હતો.

આ કાયદામાં કરવામાં આવેલા અમુક  સુધારાઓમાં મુખ્યત્વે અન્ય બાબતોમાં વધારે દંડની જોગવાઈ છે જે ભારતમાં માર્ગ શિસ્તને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી છે જે જરૂરી પણ છે. જો કે, દંડમાં લગભગ દસ ગણો વધારો થવાને કારણે, દેશભરમાં ખૂબ ઉંચા ચલણ ભર્યાના ઘણા કેસ છાપે ચડ્યા હતા.

હવે, બેંગલોર ના  એક અહેવાલમાં જાણવામાં  આવ્યું છે કે ઘસાયેલ ટાયર પર ચાલતા વાહનને પણ દંડ ફટકારી શકાશે. સત્તાવાર માર્ગદર્શિકા સૂચવે છે કે 30,000 કિ.મી.થી વધુ વપરાશ થયેલા ટાયરને અસુરક્ષિત માનવામાં આવે છે અને તેથી તેને દંડ પણ થઈ શકે છે.

તેમા એક પોલીસ અધિકારીએ એ જણાવ્યું હતુ કે આ આઇએમવી કાયદા હેઠળ, એ વ્યાખ્યાયિત કરવામા એ આવ્યું છે કે ૩૦૦૦૦ KM ચાલ્યા પછી આ ટાયર બદલવા એ જોઈએ નહીંતર તેવા વાહનોનો અકસ્માત થવાનો તમને ભય રહે છે. તેથી આવ ટાયર વાળા વાહનોને તે દંડ લાદવામાં આવ્યો છે.

દેશમાં અકસ્માતનો ખતરો ટાળવા સરકારે લાદેલા આ નિયમો નું મહદ અંશે પાલન કરવામાં આવે તો અકસ્માત થવાનો ભય હમેંશ ને માટે ઘટીને સુરક્ષિત નાગરિક બની શકીએ છીએ. તો મિત્રો આપડે પણ આ નિયમોનું પાલન કરીને સુરક્ષિત રહીએ.

બીજા સમાચાર

સાંડેસરા ગ્રૂપની નાઇજીરિયાની ઓઇલ એસેટ્સ જપ્ત કરવા હવે બેન્કો કેસ કરશે

ભારતની બેન્કોને રૂ. ૧૫,૬૦૦ કરોડનો ચૂનો લગાડીને વિદેશ ભાગી ગયેલા સાંડેસરા ગ્રૂપની નાઇજીરિયામાં આવેલી ઓઇલ એસેટ્સ જપ્ત કરવા બેન્કોએ કેસ કરવાનું અને કાનૂની કાર્યવાહી હાથ ધરવાનું નક્કી કર્યું છે. બેન્કો દ્વારા આ માટે લીગલ કાઉન્સેલની નિયુક્તિ કરવામાં આવી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનાં વડપણ હેઠળની બેન્કોની સિન્ડિકેટ દ્વારા સાંડેસરા ગ્રૂપની નાઇજીરિયામાં આવેલી ઓઇલ મિલકતો ટાંચમાં લેવા કોર્ટ રિસીવર નીમવામાં આવશે. જે સાંડેસરા ગ્રૂપની નાઇજીરિયા ખાતેની ઓઇલ એક્સપ્લોરેશન કંપની Seepcoની મિલકતો જપ્ત કરશે.

ED દ્વારા સાંડેસરાની રૂ. ૯૭૦૦ કરોડની મિલકતો જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ગયા વર્ષે નાઇજીરિયા ખાતેની સાંડેસરા ગ્રૂપની રૂ. ૯૭૦૦ કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી છે. જેમાં ઓઇલ રિગ્સ, ઓઇલ ફિલ્ડ, જહાજો અને એરક્રાફ્ટને ટાંચમાં લેવામાં આવ્યા છે પણ જપ્તીની પ્રોસેસ હજી શરૂ કરવાની બાકી છે. હવે SBI તેમજ BOB દ્વારા અન્ય બેન્કો સાથે મળીને આ કેસ કરાશે. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આંધ્ર બેન્કને ટેકઓવર કરવામાં આવી છે.

મિલકતો જપ્ત કરવા SBI તેમજ BoBને સત્તા

લોન આપનાર તમામ બેન્કોએ Seepcoની નાઇજીરિયા ખાતેની મિલકતો જપ્ત કરવા SBI તેમજ BoBને સત્તા આપી છે. સાંડેસરા ગ્રૂપના પ્રમોટર્સ નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા, દીપ્તિ ચેતન સાંડેસરા અને હિતેશ પટેલ દ્વારા કંપનીએ બેન્કો પાસેથી કરોડોની લોન લઈને તેને પરત નહીં ચૂકવવાના આરોપો છે. સીબીઆઈ. ઈડી તેમજ ઇન્કમટેક્સ દ્વારા આ કેસની તપાસ કરાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *