રૂપાણી સરકાર નો ઐતિહાસિક નિર્ણય, ભાડૂઆત હવે બનશે કાયદેસરના માલિક, જાણો શું છે નવી વ્યવસ્થા?

શેર કરો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ૪૫ વર્ષથી કરતાં વધુ સમયથી દુકાનો, જમીનોના ભાડાપટ્ટેદારોને હવે માલિકીહક્ક આપવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદ શહેરના બધા જ ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશને વાર્ષિક-માસિક ટોકન ભાડેથી આપી હોય તેવી બાંધકામ સાથેની અને પ્રીમિયમ વગરની અંદાજે ૨,૭૩૪ દુકાનો-મિલકતો છે. જમીનો ભાડે આપી હોય તેવા ૧૪૭ કિસ્સા છે, નિર્વાસિત સિંધી પરિવારોને જમીન-દુકાન-મિલકત ભાડે આપી હોય તેવા અંદાજે ૧,૧૯૬ કેસ છે. આમ આ બધા મળીને કુલ ૪,૦૭૭ કેસમાં કોર્પોરેશન દ્વારા માલિકીહક્ક અપાશે.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર તેમજ અમદાવાદ મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની હાજરીમાં યોજાયેલી ઉચ્ચકક્ષાની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.ટૂંકમાં અમ્યુકોની ચૂંટણી નવેમ્બરમાં આવી રહી છે, તેથી મતદાતાઓને ધ્યાને રાખી આ વર્ષોથી અટવાતા પ્રશ્નો સરકારે ઉકેલ શોધ્યો છે. અત્યાર સુધી આ ૪,૦૭૭ કિસ્સામાં મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષોવર્ષ ભાડું વસૂલતું હતું.પટ્ટેદારો-કબજેદારો જંગી ભાવે પ્રીમિયમ ચૂકવી તેમના નામે મિલકતો કરી આપવા કોર્પોરેશનને વારંવાર રજૂઆતો કરતા હતા, પણ તંત્ર કોઈ નિર્ણય લેતું ન હતું અને માલિકીહક્ક પોતે રાખી ભાડાપટ્ટા રિન્યૂ કરી આપતું હતું. હવે સ્વાભાવિક રીતે આ નિર્ણયથી ભાડુઆતો ખુશ થશે અને કોર્પોરેશનને આવી મિલકતોના હવે વેચાણ દસ્તાવેજથી મોટી આવક મળશે.વાસ્તવમાં આ સમગ્ર નિર્ણય હસમુખ અઢિયા સમિતિની ભલામણના પગલે લેવાયો છે. સમિતિએ કોવિડ-૧૯ના પગલે સર્જાયેલી આર્ર્થિક કટોકટીમાંથી બહાર આવવા માટે શક્ય હોય તેવી મિલકતો-પ્લોટ વેચી તેમાંથી આવક રળવા રાજ્ય સરકારને સૂચન કર્યું જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *