કોરોનાકાળ જે લોકો ની નોકરી ગઈ છે તેવા લોકો ને સરકાર આપશે આટલી સેલરી, વાંચો

શેર કરો

આપણે સૌ જોઈએ જ છીઅવે કે કોરોનાના આ કપરા સમયમાં ઘણા બધા લોકો એ નોકરી ગુમાવી છે તો બીજી તરફ ઘણા બહા લોકોએ પગાર ગુમાવ્યો છે, કર્મચારીઓની રાજ્ય વીમા નિગમ એટલે કે ઇએસઆઈસીની બેઠકમાં દરખાસ્ત કરવામાં આવી છે કે કોરોના સંકટને કારણે જે કર્મચારીઓની નોકરીઓ ગુમાવી છે તેમને સરકાર ત્રણ મહિના માટે અડધો પગાર આપશે. માનવામાં આવી રહ્યું છે કે આનાથી 40 લાખથી વધુ કામદારો લાભ મેળવશે. તો જાણીલો આ યોજનાનું નામ અને વધુ માહિતી આ લેખમાં…


આ યોજનાનું નામ છે સરકાર અટલ વીમા કલ્યાણ યોજના (ABKY). રાજ્ય વીમા નિગમ (ESIC) સાથે સંકળાયેલા રોજગાર ગુમાવનારા કામદારો, બેકારીમાં રાહત માટે એબીકેવાય હેઠળ તેમના વેતનનો 50% દાવો કરી શકે છે, તેઓ લાભ લે તો પણ તેમને ફરીથી નોકરી મળી શકે છે.આ રીતે અરજી કરી મેળવી શકો છો લાભ :

જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો, તો તમારે ESIC ની અટલ વીમા પર્સન વેલ્ફેર સ્કીમ માટે નોંધણી કરાવવી પડશે. તમે કર્મચારી રાજ્ય વીમા નિગમની વેબસાઇટની મુલાકાત લઈને અટલ વીમા વ્યક્તિ કલ્યાજન યોજના માટે અરજી કરી શકો છો. આ સિવાય એક બાબત એ પણ કહેવામાં આવે છે કે, પાત્ર ESIC કર્મચારી ESIC ની કોઈપણ શાખામાં અરજી કરી શકે છે.

આ સ્થિતિમાં મળશે 50% થી વધુ વળતર :

એક વર્ષમાં વધુમાં વધુ 91 દિવસ પ્રમાણિત બીમારીના સમયગાળા દરમિયાન વીમા કરાયેલા કર્મચારીને 70 ટકા વળતર આપવાની જોગવાઈ છે. આ સિવાય ગર્ભાવસ્થા માટે પ્રસૂતિ લાભ 26 અઠવાડિયા માટે ચૂકવવાપાત્ર છે. કોઈપણ તબીબી સલાહ પર તેને એક મહિનાના સમયગાળા સુધી લંબાવી શકાય છે અને આ સમયગાળા દરમિયાન સંપૂર્ણ પગાર પણ આપવામાં આવશે. મૃત વીમેદારના આશ્રિતોને માસિક ચુકવણી રૂપે 90% પગાર આપવામાં આવે છે. પરંતુ તે જોવામાં આવે છે કે કર્મચારીનું મૃત્યુ કોઈ ઇજાને કારણે થયું છે અથવા સત્તાવાર જોખમોને કારણે મૃત્યુ થયું છે.મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *