ધૈર્યરાજ માટે ભેગા થયા આટલા કરોડ, દેશની દાનવીર જનતાને શત શત નમન..

શેર કરો

ગુજરાતના મહીસાગર જિલ્લાના કાનેસર ગામના ધૈર્યરાજ વિષે તમે સૌએ સાંભળ્યું જ હશે.

તેને જે ગંભીર બીમારી થઇ છે તેનો ખર્ચો ખુબ જ છે અને આ સાથે સાથે એક બાબત એ પણ કહેવામાં આવે છે કે આ બાળકની જે ગંભીર બીમારી છે એ માટે અમેરિકાથી ઇન્જેક્શન મંગાવવું પડે તેમ છે. અને તેની કીમત ખુબ જ છે.

આ માટે તમે જોયું હશે કે, લોકોની આર્થિક સહાય અને દાન માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંગેનો અહેવાલ સતત ફરતો પણ થઈ રહ્યો છે.

ટીવી દ્વારા ગુજરાતના દરેક ખૂણે સંદેશ આપવામાં આવી રહ્યો છે. ખુલ્લા દિલથી દાન કરીને લોકો ધૈર્યરાજની માટે મદદ અને દુઆ બંને કરી રહ્યા છે.

આ અભિયાનમાં સુરતનો કિન્નર સમાજ પણ આગળ આવ્યો અને કિન્નર સમાજે ધૈર્યરાજને બચાવવા પોતાના સભ્યો પાસેથી પૈસા એકઠાં કર્યા હતા. એક માસુમનો જીવ બચે એ માટે દરેક લોકો તેમને પહોચી શકાય તેટલું દાન કરતા જોવા મળ્યા હતા.

સુરતના કિન્નર સમાજના તમામ સભ્યો દ્વારા રૂપિયા દાન કરવામાં આવ્યા હતા અને 65,000 રૂપિયાની રકમ પણ દૃષ્ટિએ એકત્રિત કરવામાં આવી હતી. આ નાના બાળકને “એસએમએ 1” નામની ગંભીર બીમારી છે.

એક વિચિત્ર રોગના નામ પર, માતાપિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. પિતા રાજદીપ રાઠોડ અને માતા મધ્યમ વર્ગ સાથે સંકળાયેલા છે અને આવી સ્થિતિમાં આ બાળકની સારવાર માટે ખર્ચથી પહોચી વળવું તેમના માટે ખુબ જ અઘરું હતું.

તમે હાલમાં ટીવી પર 16 કરોડ ના ઈન્જેકશન ની વાત સાંભળી હશે બસ આ બાળક એજ બીમારીનો સામનો કરી રહ્યો છે સોશ્યિલ મીડિયા થકી એક બાળક ને 16 કરોડ નું ઇન્જેક્શન મળશે તે જોઈ તેના માતા પિતાને પણ હિંમત આવી એટલે આજે એ એમના બાળક માટે બધા સમાજ અને ભારત ના દરેક માણસો પાસે અપેક્ષા રાખી રહ્યા છે.

ધૈયરાજને “એસ.એમ.એ.1” નામની ગંભીર બીમારી છે રકમ ખૂબ જ મોટી છે પણ લોકોએ ઘણી બધી મહેનત કરી છે.

હવે જો દાનની વાત કરીએ તો આ બાળક માટે આશરે 9 કરોડથી પણ વધુ દાન મળ્યું છે. ગુજરાતના લોકો બાળક માટે ખુબ જ મહેનત પણ કરી રહ્યા છે અને ઘણા બધા કલાકારોએ પણ આ નાના એવા બાળક માટે ઘણું દાન આપ્યું છે.

જો 16 લાખ માણસો 100 રૂપિયા દાન (ડોનેટ) કરે તો નાના બાળકનું જીવન બચી શકે તેમ છે, અને આ માસુમ નો જીવ બચાવવામાં જો પૈસા આપીશું તો ભગવાન પણ ખુશ થશે અને એક નમ્ર વિનંતી એ પણ છે કે, મંદિરમાં એક વાર દાન ના કરો તો ચાલશે પણ આ નાના બાળક માટે જે બને એ હેલ્પ કરો ને આમ પણ નાના બાળકો તો ભગવાન ના રૂપ હોય છે.

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *