આવનારી ચુંટણીમાં કોંગ્રેસે 5 ઉમેદવારના નામ કર્યા જાહેર, જુવો કોને-કોને મળી ટિકિટ

શેર કરો

આવનારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ પછી હવે કોંગ્રેસે પણ  8 માંથી 5 બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં કોંગ્રેસે ધારીમાં સુરેશ કોટડિયા, મોરબીમાં જયંતિભાઈ પટેલ, અબડાસાથી શાતિલાલ સાંઘાણી, ગઢડાથી મોહનભાઈ સોલંકી અને કરજણમાં કિરીટસિંહ જાડેજાને ટિકિટ આપી છે. કોંગ્રેસે હજુ કપરાડા, ડાંગ અને લિંબડી બેઠક પરથી ઉમેદવારના નામની જાહેર કરી નથી.


આ પહેલા ભાજપે  મોરબી, ધારી, અબડાસા, ડાંગ, કરજણ, ગઢડા, કપરાડા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા હતા. આ ચૂંટણીમાં ભાજપે લિંબડી સિવાયની તમામ બેઠકોના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ બેઠકોમાં એક ગઢડા ડાંગ બેઠક પર પૂર્વ મંત્રી અને ભાજપના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે અન્ય બેઠકો પર કૉંગ્રેસમાંથી આવેલા ઉમેદાવારોને ટિકિટ આપી છે.

ભાજપે ધારીમાં જે.વી. કાકડિયા , કરજણમાં અક્ષય પટેલ , અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા , કપરાડામાં જીતુ ચૌધરી , મોરબીથી બ્રિજેશ મેરજા,  ગઢડાથી આત્મારામ પરમારને ટિકિટ આપી છે. કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપ્યા હતા જેના પગલે આ બેઠકો ખાલી પડી છે. ધારીમાંથી જે.વી.કાકડીયા, કપરાડામાંથી અક્ષય પટેલ, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવિણ મારૂ, ડાંગમાંથી મંગળ ગાવિત,  મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી જીતુ ચૌધરી અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં.કોરોના મહામારીના પગલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 3 મહિના પૂરતી મોકૂફ, રાજ્ય ચૂંટણી પંચે કરી જાહેરાતગુજરાતમાં કોરોના મહામારીનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે કોરોનાનાં ગ્રાફમાં દરરોજ 1400થી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. જેને લઇ સરકાર પણ એક્શનમાં છે અને આ મહામારી પર કાબૂ મેળવવા માટે મહામહેનત કરી રહી છે. ત્યારે રાજ્ચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવી રહી છે જેને લઇ ચર્ચાનો દોર શરૂ થઇ ગયો છે. સ્થાનિક સ્વરાજની ચુંટણી થવી જોઇએ કે નહી તેને લઇ સ્થાનિક લોકોથી લઇ કર્મચારીઓ ચર્ચા કરી રહ્યા છે.કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સમગ્ર ગુજરાત અને પ્રજાના હિતમાં બેથી ત્રણ મહિના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે. અને આંધ્રપ્રદેશ અને ગોવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મોકૂફ રખાઈ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે..ગુજરાત રાજય સંયુક્ત કર્મચારી મોરચના મુખ્ય કન્વીનર દિગ્વિજયસિંહ જાડેજાએ રાજય ચૂંટણી પંચેને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી મોકૂફ રાખવા રજુઆત કરી છે અને કહ્યું છે કે, આંધ્રપ્રદેશ અને ગોવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મોકૂફ રખાઈ છે તો ગુજરાતમાં પણ મોકૂફ કરવામાં આવે.દિગ્વિજયસિંહ જાડેજાએ વધુમાં એવું પણ કહ્યું છે કે, અમારા અનેક કર્મચારીઓ કોરોનાનો ભોગ બન્યા છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી યોજાય તો કોરોના મહામારીનું સંક્રમણ વધી શકે છે માટે જો ચુંટણી 2-3 મહિના સુધી મોકૂફ રાખવામાં આવે તો આ નિર્ણય પ્રજાના હિતમાં હોય તેવું તેમણે જણાવ્યું હતું.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *