મહારાષ્ટ્ર સરકારે ખેડુતો માટે જાહેર કર્યું 10 હજાર કરોડ રૂપિયાનું પેકેજ

શેર કરો

મહારાષ્ટ્ર સરકારે પૂર પ્રભાવિત ખેડુતો માટે 10 હજાર કરોડ રૂપિયાનાં પેકેજની ઘોષણા કરી છે, આ રકમ દિવાળી પહેલા આપવામાં આવશે, ઉધ્ધવ ઠાકરેનાં નેતૃત્વવાળી સરકારે ગૃહ નિર્માણ માટે 5 હજાર કરોડ આપશે, સરકાર પાક માટે પ્રતિ હેક્ટર 10 હજાર રૂપિયા આપશે, તે ઉપરાંત બગીચાઓ માટે પ્રતિ હેક્ટર 25000 રૂપિયા આપવાની ઘોષણા કરી છે.


મુખ્ય પ્રધાન કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે, કે મહારાષ્ટ્ર સરકારે 10 હજાર કરોડ રૂપિયાનાં પેકેજની ઘોષણા કરી છે, દિવાળી પહેલા આ રકમનું વિતરણ કરવામાં આવશે.

મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ કહ્યું કે પૂર અને વરસાદથી પ્રભાવિત લોકોની મદદ આપવી તે સરકારનું કર્તવ્ય છે, સમીક્ષા બેઠક બાદ મે પૂર પ્રભાવિત વિસ્તારોનાં વિવિધ કાર્યો માટે ખેડુતો અને અસરગ્રસ્ત લોકોને 10 હજાર કરોડની મદદ આપવાનો નિર્ણય કર્યો છે, સીએમએ કહ્યું કે અમે દિવાળી તહેવારમાં લોકો સુધી મદદ પહોંચાડવાનાં પ્રયત્નો કરી રહ્યા છિએ.

મહારાષ્ટ્રનાં ઘણા વિસ્તારોમાં વરસાદ અને પુરનાં કારણે ખેડુતોનાં પાકને મોટું નુકસાન થયું છે, રાજ્યનાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સોમવારે સોલાપુરની સ્થિતીની સમીક્ષા કરવા માટે ત્યાં પહોચ્યા હતાં. જો કે સોલાપુરમાં મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ ખેડુતોનાં ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો, અત્રે ઉલ્લેખનિય છે કે ભારે વરસાદ અને પૂરનાં કારણે લાખો હેક્ટર ભુમિ પર ઉભેલો પાક નાસ પામ્યો છે.મહારાષ્ટ્રનાં નેતા રામદાસ આઠવલેએ પણ બારામતીનાં પૂરગ્રસ્ત વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો, તેમણે કહ્યું કે મહારાષ્ટ્રનાં પૂરગ્રસ્ત વિસ્તારેનાં ખેડુતોની કેન્દ્ર સરકાર દ્વારા મદદ કરવામાં આવશે, પૂરગ્રસ્ત વિસ્તારોનો પ્રવાસ કરતા આઠવલેએ કહ્યું કે રાજ્ય સરકારની મોટી જવાબદારી છે, તેની સાથે જ તેમણે માંગ કરી  કે રાજ્ય સરકારે પચાસ હજાર કરોડ રૂપિયાની તાત્કાલિક મદદ કરવી જોઇએ.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *