મહિલા માંગતી હતી ગાડીની લિફ્ટ અને દિકરી બનાવતી હતી અનૈતિક સંબધ, પછી શરૂ થતો હતો અસલી ખેલ…

શેર કરો

પંજાબ રાજ્યના પટિયાલા શહેરનું એક હેરાન કરી દે તેવી હનીટ્રેપ નું બ્લેકમેલિંગ રેકેટ પ્રકાશમાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માં-દીકરી ની જોડી રસ્તા પર કોઈ બહાનું બનાવતા હતા અને ડ્રાઇવરો પાસેથી લિફ્ટ લઇ ચા પીવાના બહાને તેના ઘરે લઈ જતા હતા. ત્યારબાદ ત્યાં હનીટ્રેપ નો ગંદો ખેલ શરૂ થતો હતો.

આ મહિલાની દીકરી અને તેનો પાડોશી પહેલા લોકોને મૂંઝવણ માં મૂકતા હતા. ત્યારબાદ તેમની સાથે શારીરિક સંબંધ બાંધતા અને પછી લોકોને હનીટ્રેપ માં ફસાવતા હતા. આ કેસમાં પોલીસે મહિલા અને તેની પુત્રી સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરી છે. જ્યારે એક મહિલા હજુ પણ ફરાર છે.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાની રાત્રે ભોગ બનનાર યુવક બળદેવ સિંહ આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે મહિલાએ તેની પાસેથીકોઈ બહાને લિફ્ટ માંગી હતી. ત્યારબાદ ચા પીવાના બહાને આ મહિલા બલદેવ સિંહ ને તેની લઇ ગઈ. મહિલાએ બળદેવની ઓળખ તેની દીકરી સાથે કરાવી.

પરંતુ થાકવાને કારણે બળદેવ સિંહ તે દિવસે થોડી વાતમાં જ અટકી ગયો હતો. ત્યાર બાદ થોડા દિવસો પછી, આ મહિલાએ બળદેવ સિંહને લલચાવ્યો અને ફરીથી તેના ઘરે બોલાવ્યો. આ વખતે મહિલાની દીકરીએ બળદેવ સિંહ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

આ અનૈતિક શારીરક સબંધનો મહિલાએ વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ બળદેવ સિંહનો મોબાઈલ, આધારકાર્ડ અને ૧૦૦૦ રૂપિયા છીનવી લીધા હતા. ત્યાર પછી ૫૦,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી.

અને જો પૈસા નહીં આપે તો આ અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. સ્થાનિક પોલીસ સ્ટેશનના પ્રભારી રણબીર સિંહે વધુમાં વિગત આપી હતી કે, બળદેવ સિંહે પોતાની બદનામીના ડર થી ૨૫,૦૦૦ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો.

બલદેવ સિંહે તેમને પૈસા પણ આપ્યા હતા. ત્યારબાદ ઘરે પહોંચીને તેના જીજાજી ને સમગ્ર મામલા વિષે કીધું હતું. અને ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

ત્યારે બાદ ફરીથી બલદેવ સિંહને ૧૦,૦૦૦ રૂપિયા લઈને આરોપી મહિલાના ઘરે મોકલ્યો હતો. અને આ તબક્કે પોલીસે ઘેરો લગાવીને રાખ્યો હતો અને અપરાધીઓની ધરપકડ કરી હતી. અપરાધીઓ પાસે થી બલદેવનું આધાર કાર્ડ સહિત અન્ય ઘણી ચીજ-વસ્તુઓ જપ્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *