નવરાત્રીમાં ગુજરાતના આ મંદિરો રહેશે ખુલ્લા અને આ મંદિરો બંધ રહેશે?

શેર કરો

આપ સૌ જાણો જ છો કે કોરોના મહામારી ને કારણે આખા દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું અને બધા મંદિરો પણ બંધ રાખવામાં આવ્યા હતા. પરંતુ કોરોનાના કારણે ચૈત્રી નવરાત્રીમાં બંધ રાખવામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર આસો નવરાત્રીમાં નવેય દિવસ ખુલ્લું રહેશે. જોકે ચાચરચોકમાં ગરબાના આયોજન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
નવરાત્રિ દરમિયાન 17 ઓક્ટોબરથી યાત્રાળુઓ માટે દર્શન માટેનો સમય સવારે 8થી 11:30, બપોરે 12:30થી 4:15 અને સાંજે 7થી રાત્રે 9 વાગ્યા સુધીનો રહેશે. સાથે કોવિડના નિયમોનું પાલન કરવાનું રહેશે.

– કાગવડનું ખોડલધામ મંદિર ખુલ્લું રહેશે.

– ભાવનગરનું રાજપરા ખોડિયાર માતાજીનું મંદિર ખુલ્લું રહેશે.– બહુચરાજી શંખલપુરનું બહુચર માતાજીનું મંદિર ખુલ્લું રહેશે.

– ઊંઝાનું ઊમિયા માતાજીનું મંદિર ખુલ્લું રહેશે.

– ચોટીલાનું ચામુંડા માતાનું મંદિર ખુલ્લું રહેશે.

– માતાના મઢ આશાપુરા મંદિર 12 દિવસ બંધ રહેશે.

– પાવાગઢ મંદિર 17 દિવસ બંધ રહેશે.કોરોનાએ અનેક તહેવારોને ગ્રહણ લગાવ્યું છે ત્યારે આ મહામારીને લઇને રાજ્યના અનેક મંદિરો બંધ રહેશે. જોકે કેટલાક મંદિરો નિયમો હેઠળ ખુલ્લા રાખવામાં આવશે. મહત્વનું છે કે નવરાત્રીમાં ગરબા યોજવા સહિતની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *