હાથરસ બળાત્કારની ઘટના બાદ સૌરાષ્ટ્રની દીકરીઓએ માંગ્યું બંદૂકનું લાયસન્સ, વાંચો રાજકોટ કલેકટરને આવેદન આપીને જાણો શું કહ્યું?

શેર કરો

સમગ્ર ભારતમાં મહિલાઓ પર દિન-દહાડે બળાત્કારના ગુનાઓ બની રહ્યા છે. હાથરસ બળાત્કારની ઘટના આપ સૌ જાણો છો એવામાં સૌરાષ્ટ્રની દીકરીઓએ કલેક્ટર પાસે ગનના લાયસન્સ માંગી હોવાની વાત સામે આવી છે. સૌરાષ્ટ્રની રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગરની 100 જેટલી દીકરીઓએ ગન માટે કલેક્ટર કચેરીમાં અરજી કરી છે.
પોતાના સંરક્ષણ માટે ગનનું લાયસન્સ આપવા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. યુવતીઓએ કલેક્ટર કચેરીએ જણાવ્યું હતું કે એક ફોન કરવાથી ટીમ મહિલાઓની મદદે આવશે તેવા સરકારના વાયદા પોકળ ઠર્યા છે. અમારે જ અમારી રક્ષા કરવી પડશે. હવે અમારે જ આરોપીઓને હવે સજા આપવી પડશે, તેવી રાજકોટ કલેકટર સમક્ષ સૌરાષ્ટ્રની 100 જેટલી યુવતીઓએ રજૂઆત કરી છે.

હાલમાં મહિલાઓ પર થઈ રહેલા અત્યાચાર સામે પોલીસ અને કાનુન વ્યવસ્થા પાંગળી પુરવાર થઈ રહી છે ત્યારે રાજકોટ કલેકટર સમક્ષ 100 જેટલી યુવતીઓએ રેપિસ્ટો સામે સ્વરક્ષણ માટે બંદુકના લાયસન્સ આપવા રજૂઆત કરી છે. મહિલાઓની રક્ષા માટે બનાવવામાં આવેલ રોમિયો સ્કવોડ માત્ર નામની હોય તેમ તેનાથી ગેંન્ગ રેપ અટકતા નથી તેવું રજૂઆતમાં જણાવેલ છે..રજૂઆતમાં વધુમાં જણાવ્યું હતું કે મહિલાઓના રક્ષણ માટે બનાવવામાં આવેલ કાનુન પણ જાણે કાગળો પર હોય તેવું લાગી રહ્યું છે અને આરોપીઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી. રોમિયો સ્કવોર્ડની માફક 181 મહિલાઓ સામેના અત્યાચાર માટેની એક ફોન કરીને પહોંચી જતી આ ટીમનું કાર્ય પણ શુન્ય છે. તેનાથી કોઈ મહિલાને ન્યાય મળતો નથી તેમ રજૂઆતમાં જણાવાયું છે.આ રીતે મહિલાઓ સાથે અત્યાચાર થતા જ રહેશે તો મહિલાઓને નાછુટકે બંદૂક હાથમાં લેવા સિવાય છુટકો નથી તેથી બંદૂકના લાયસન્સ આપવા માટે માંગણી કરવામાં આવી છે.મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *