ગૃહ મંત્રી અમિત શાહને AIIMSમાંથી આપી દીધી રજા, તાવ આવતા દાખલ કરાયા હતા

શેર કરો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે AIIMSમાંથી ડિસ્ચાર્જ કરી દીધા છે. ગઇકાલે જ એમ્સ એ નિવેદન રજૂ કરીને કહ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહ સાજા થઇ ચૂકયા છે અને તેમને ટૂંક સમયમાં જ ડિસ્ચાર્જ કરાશે. અમિત શાહને 18મી ઑગસ્ટના રોજ તાવ આવતા દિલ્હીની AIIMSમાં દાખલ કરાયા હતા. લગભગ 12 દિવસ સુધી તેમની સારવાર ચાલી.
ઉલ્લેખનીય છે કે 2 ઑગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના તપાસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમણે ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 14મી ઑગસ્ટના રોજ તેમનો તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમણે મેદાંતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દીધા હતા. ત્યારબાદ તેઓ હોમ આઇસોલેશનમાં હતા.કોરોના રિપોર્ટ નેગેટિવ આવવા પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ઇશ્વરનો આભાર માનું છું. અત્યારે જે લોકો એ મારા સ્વાસ્થ્ય લાભ માટે શુભકામનાઓ આપીને મારા અને મારા પરિવારજનોને દિલાસો આપ્યો તે તમામનો હૃદય પૂર્વક આભાર વ્યકત કરું છું.કોરોના નેગેટિવ આવ્યાના ચાર દિવસ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તાવ આવ્યાની ફરિયાદ થઇ. ત્યારબાદ 18 ઑગસ્ટના રોજ મોડી રાત્રે દિલ્હી સ્થિત એમ્સમાં દાખલ કરાયા. એમ્સના ડાયરેકટર ડૉકટર રણદીપ ગુલેરિયાના નેતૃત્વમાં એક ટીમ તેમની દેખભાળમાં લાગેલી હતી. તેમને નજીવો તાવ હતો, ત્યારબાદ તેમને એમ્સમાં દાખલ કરાયા.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોસ્પિટલમાંથી જ મંત્રાલયનું કામકાજ કરી રહ્યા હતા. 12 દિવસ સુધી ચાલેલી સારવાર બાદ આજે તેમને એમ્સમાંથી રજા મળી ગઇ છે.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *