વોડાફોન-આઇડિયા દ્વારા આજે સંયુક્ત રીતે મોટી જાહેરાત કરવામાં આવશે કે…

શેર કરો

પોતાના પ્રતિદ્વંદી ટેલિકોમ ઓપરેટરોને ટક્કર આપવા માટે વોડાફોન અને આઇડિયા સંયુક્ત રીતે મળીને સોમવારે એક મોટી જાહેરાત કરવા જઇ રહ્યા છે. વોડાફોન અને આઇડિયાએ ટ્વીટર દ્વારા આ અંગેના સંકેતો આપ્યા હતા.
વોડાફોને ટ્વિટ કરીને કહ્યું હતું કે આવતી કાલે એક મોટી જાહેરાત માટે તૈયાર રહો, સોમવારનો દિવસ અતી મહત્વનો સાબિત થશે. જ્યારે આ ટ્વિટને આઇડિયા દ્વારા રીટ્વીટ કરવામાં આવ્યું હતું. સાથે જ કંપનીએ મીડિયાને સોમવારે સવારે 11.45 કલાકે આ મામલે જે જાહેરાત થાય તેને કવર કરવા માટે આમંત્રીત કર્યું છે.સોમવારે સવારે વર્ચ્યુઅલ કોન્ફરન્સ દ્વારા વોડાફોન અને આઇડિયા રણનીતિક જાહેરાતો કરશે. હાલ આ બન્ને કંપનીઓ અન્ય ટેલિકોમ ઓપરેટરોની સામે મોટા પડકારોનો સામનો કરી રહી છે. ગત પહેલી સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એજીઆર પેમેંટ માટે સમય આપવામાં આવી શકે છે.કંપનીએ વિનંતી કરી હતી કે તેને એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર)ની ચુકવણી માટે 15 વર્ષનો સમય આપવામાં આવે.  હાલમાં જ  કંપનીને 25.46 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, આ નુકસાન આઇડિયા અને વોડાફોન બન્નેનું સંયુક્ત છે.બીજી તરફ કંપની બોર્ડે 25 હજાર કરોડ ફંડરેઇઝિંગને મંજૂરી આપી દીધી હતી, આ સિૃથતિ વચ્ચે હવે વોડાફોન અને આઇડિયા મળીને સોમવારે એક મોટી જાહેરાત કરવા જઇ રહ્યા છે. સોમવારે જે જાહેરાત કરવામાં આવે તેની શેરબજાર પર પણ મોટી અસર થઇ શકે છે તેવો નિષ્ણાંતોનો દાવો છે.બીજા સમાચાર એનસીબીએ ડ્રગ કેસમાં રિયાની છ કલાક પૂછપરછ કરી, આજે ફરી બોલાવશે

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ  પ્રકરણે ડ્રગ્સ એન્ગલની તપાસ કરતી એનસીબી (નાર્કોટીક કન્ટ્રોલ બ્યુરો)એ રવિવારે રિયા ચક્રવર્તીની છ કલાક સુધી પૂછપરછ કરી હતી. એનસીબીના વરિષ્ઠ અિધકારી સંદિપ વાનખેડે આજે પૂછપરછમાં જોડાયા હતા. પૂછપરછ દરમિયાન રિયાએ કબૂલ્યું હતું કે તે શોવિક મારફત ડ્રગ્સ મંગાવતી હતી.

આ  ઉપરાંત રિયાએ શોવિક સાથે ડ્રગ્સ બાબતે થયેલી વોટ્સએપ ચેટ પણ સાચી હોવાનું કબૂલ્યું હતું. જોકે, એનસીબીને રિયાના જવાબથી સંતોષ થયો  નહોતો. રિયાને આજની જેમ પૂછપરછ માટે સોમવારે પણ બોલાવવામાં આવી છે તેમ એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ મુથા અશોક જૈને જણાવ્યું હતું.રિયા બલાર્ડ એસ્ટેટ ખાતે એનસીબીની ઓફિસ પર બપોરે 12.00 વાગ્યે આવી પહોંચી હતી અને સાંજે 6.00 વાગ્યે રવાના થઈ હતી. એનસીબીના ડેપ્યુટી ડીજી મુથા અશોક જૈને જણાવ્યું હતું કે, આ કેસમાં અગાઉ પકડાયેલા કૈઝાન ઈબ્રાહિમની પૂછપરછમાં અનુજ કેશવાનીનું નામ આવ્યા પછી એનસીબીએ વધુ કેટલાક સૃથળો પર દરોડા પાડયા છે.કેશવાની પરના દરોડામાં એનસીબીએ 590 ગ્રામ હશીશ, 0.64 ગ્રામ એલીસીડી શીટ્સ, 304 ગ્રામ ગાંજા સહિતના ડ્રગ્સ, રૂ. 1,85,200ની રોકડ અને 5,000 ઈન્ડોનેશિયન રૂપિયા જપ્ત કર્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રિયાએ એનસીબીની તપાસમાં તેનો ભાઈ શૌવિક 17 માર્ચના રોજ સેમ્યુઅલ મિરાન્ડા ઝૈદ પાસેથી ડ્રગ્સ મેળવવા ગયો હોવાની વાત તે જાણતી  હોવાનું કબૂલ્યું હતું.રિયાને ડ્રગ્સની ડિલિંગ બાબતે ફકત જાણકારી જ નહોતી પણ તેણે ડ્રગ પેડલર ઝૈદ અને શોવિક વચ્ચે સમન્વય પણ સાધી આપ્યો હતો. પૂછપરછમાં એવું પણ બહાર આવ્યું હતું કે રિયાને તેનો ભાઇ શોવિક ધરપકડ કરાયેલા ડ્રગ પેડલર બશિત પાસેથી પણ ડ્રગ્સ ખરીદતો હોવાની જાણકારી હતી. જોકે રિયાએ કયારેય ડ્રગ્સનું સેવન કર્યુ ન હોવાનું પણ એનસીબીને જણાવ્યું હતું.એનસીબીને રિયાના જવાબથી સંતોષ થયો નહોતો તેથી સોમવારે ફરીથી તેને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. રિયાએ તપાસમાં જણાવ્યું હતુું કે તેણે કયારેે સીધી રીતે ડ્રગ્સ ખરીદ્યુ નહોતુ કે તે તેનુ પરિવહન પણ કર્યું નહોતુ.આ સિવાય તેણે કયારે કોઇ ડ્રગ મેળવ્યું નહોતુ કે કોઇને મોકલ્યું પણ નહોતું. ડ્રગ્સ પ્રકરણમાં ડ્રગ પેડલર ઝૈદ વિલાત્રા અને બાસતિની સાથે જ શોવિક અને સેમ્યુઅલ મિરાન્ડાને પણ નવ સપ્ટેમ્બર સુધીની એનસીબીની કસ્ટડી ફટકારવામાં આવી છે. આ તમામની પૂછપરછ બાદ તેમને ફરીથી કોર્ટમાં હાજર કરવામાં આવશે.પ્રેમ કરવો ગુનો હોય તો રિયા અટકાયત માટે તૈયાર : સતિશ માનશિંદેદરમિયાન આજે રિયાના વકિલ સતિશ માનશિંદેએ રિયા અટકાયત માટે તૈયાર છે તેવું વિધાન કર્યું હતું. કોઇ વ્યકિત  પર પ્રેમ કરવોએ જો ગુનો હોય તો રિયા તેનું પરિણામ ભોગવવા તૈયાર છે. માનશિંદેએ વધુમાં ઉમેર્યું હતું કે રિયા નિર્દોષ છે એટલે તેણે સીબીઆઇ, ઇડી, એનસીબી કે પછી બિહાર પોલીસે દાખલ કરેલ કેસમાં આગોતરા જામીન માટે કોર્ટમાં ધા નાંખી નથી.શું રિયાના જીવને જોખમ છે ?સુશાંત કેસમાં ડ્રગ્સનું એન્ગલ બહાર આવ્યા બાદ હવે અનેસીબી દ્વારા આ કેસની ઉંડાપૂર્વક તપાસ થતા રોજ નવી નવી વાતો બહાર આવી રહી છે. એનસીબીએ ડ્રગ્સ પેડલરો અને માફિયાઓની એક આખી યાદી બનાવી બોલીવૂડ અને ડ્રગ્સ વચ્ચેની કડીનો પર્દાફાશ કરવાનું નક્કી કર્યું છે. એનસીબીની આ કાર્યવાહીથી ડ્રગ્સ માફિયામાં પણ ફફડાટ વ્યાપ્યો  છે. આવી સિૃથતિમાં રિયાને જોખમ હોવાનું બહાર આવ્યું છે. આ પહેલા રિયાએ સ્વયં પોતાના જીવને જોખ હોવાની વાત કરી પોલીસ પાસે સુરક્ષા માગી હતી અને સીબીઆઇએ પણ રિયાને સુરક્ષા પુરી પાડવા જણાવ્યું  હતું. આ બાદ રિયાને સતત પોલીસની સુરક્ષા પુરી પાડવામાં આવી રહી છે.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *