યુવતીને બસમાં પાછળથી ક્યારનો મારતો હતો ધક્કા, જોયુ તો નરાધમના પેન્ટની ચેન હતી ખુલ્લી અને…

શેર કરો

આજકાલ અનાર નવાર ચાલતી બસમા યુવાનો પોતાની ગંદી હરકતો કરતા જોવા મળે છે. યુવતીઓને જોઈને તેમની છેડતી કરવાનો કિસ્સો મુંબઈ શહેરથી સામે આવ્યો છે. ત્યાં બસમાં એક યુવક યુવતીને જોઈ તેની એકદમ પાછળ ઉભો ઉભો ખરાબ હરકતો કરતો હતો અને રંગે હાથ ઝડપાયો ગયો હતો. ચાલતી બસમાં યુવતી સાથે છેડછાડનો આ કિસ્સો સામે આવતા લોકોમાં હાહાકાર મચી ગયો હતો.
મુંબઈ શહેરમાં એક યુવતીના શરીરને ખોટી રીતે શારીરિક અડપલા કરવાના આરોપમાં પોલીસે ૨૨ વર્ષના યુવકને જેલ ભેગો કર્યો હતો. પોલીસે આ કિસ્સા વિષે જણાવતા કહ્યું હતું કે અપરાધી રાજેન્દ્ર પાટિલ ચેમ્બુર ના લાલ ડોંગરનો રહેવાસી છે. ગયા શુક્રવારે ભીડ ભરેલી બસમાં પીડિત યુવતી એક બાજુ ઉભી હતી.યુવતીને શરૂઆતમાં લાગ્યું કે ભીડ વધારે હોવાના કારણે ધક્કામુકી થઈ રહી છે. પરંતુ વધારે સમય સુધી આવું ચાલવાને કારણે તેણે સહજ રીતે પાછળ જોયું ત્યારે અપરાધી રાજેન્દ્ર તરફ ધ્યાન ગયું.આગળ વાત કરતાં પોલીસે જણાવ્યું હતું કહ્યું કે ધીમે ધીમે બધા લોકો બસમાંથી નીચે ઉતરવા લાગ્યા હતા પરંતુ આ યુવક ત્યાં નો ત્યાં જ ઉભો રહ્યો. ત્યાર બાદ યુવતીને માલુમ પડ્યું કે આ યુવક તેના તરફ ઝૂકીને ઉભો છે અને તેની નજીક આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે યુવતીએ ત્યારે મહેસુસ કર્યું કે યુવકનો ધક્કો ભીડનાં કારણે નહીં પણ જાણી જોઈને મારવામાં આવતો હતો અને ખરાબ ઈરાદાથી તે શારીરક અડપલા કરતો હતો. જ્યારે યુવતીએ પાછળ ફરીને જોયું ત્યારે રાજેન્દ્રનાં પેન્ટની ચેઈન ખુલી હતી.પોલીસે એ પણ જણાવ્યું હતું કે અપરાધી રાજેન્દ્રને આ સ્થિતિમાં જોતા યુવતીએ તરત તેને લાફો મરી દીધો અને બસમાં અન્ય લોકોની સામે પણ આ વાત ખુલ્લી કરી હતી. ભાંડો ફૂટી જતા અપરાધી તરત જ પેન્ટની ચેઈન બંધ કરવા લાગ્યો હતો. જોકો લોકોએ તેને પકડીને સ્થાનિક પોલીસના હવાલે કરી દીધો હતો. હવે ફરિયાદ દાખલ કરી તેનાં પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.બીજા સમાચાર શીખ વિરોધી તોફાનો : સજ્જન કુમારના જામીન સુપ્રીમે ફગાવ્યા

દિલ્હીના 1984ના શીખ વિરોધી તોફાનોના આરોપી અને હાલ જન્મટીપની સજા ભોગવી રહેલા સજ્જન કુમારે આરોગ્યના કારણોસર જામીન માગ્યા હતા જેને આજે સુપ્રીમ કોર્ટે ફગાવ્યા હતા.ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેના નેતૃત્વ હેઠળની બેન્ચે કહ્યું હતું ‘સોરી અમે તમારી અરજીને માન્ય કરતા નથી’.કુમાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે દલીલ કરી હતી કે કુમાર છેલ્લા 20 મહિનાઓથી જેલમાં બંધ છે , તેમનું 16 કિલો વજન ઘટી ગયું છે અને તેમની તબીયત ખરાબ છે માટે અંતરિમ જામીન આપવા જોઇએ.તોફાનોના ભોગ બનેલાઓ પૈકી કેટલાક વતી કોર્ટમાં હાજર રહેલા વકીલ એચ.એસ.ફુલકાએ જામીન અરજીનો વિરોોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેમને જે જે સારવારની જરૂર હોય તે જેલમાં ઉપલબ્ધ છે જ.’અમે પછી ક્યારે તમને સાંભળીશું, પરંતુ હાલમાં આ રીતે અમે જામીન નહીં આપીએ’ એમ બેન્ચે કહ્યું હતું.કુમારને સજા આપનાર દિલ્હી હાઇકોર્ટના ચૂકાદાને અમે અગાઉ તેને ઉલ્ટાવી નાંખવામાં આવ્યો હતો એટલા માટે જ દોષપૂર્ણ માનતા નથી.અમે હવે પછી કોઇ દિવસે તમને સાંભળીશું’. 17 ડીસેમ્બર,2018ના રોજ કુમાર અને અન્યોને દિલ્હી હાઇકોર્ટે સજા ફટકાર્યા પછીથી તેઓ જેલમાં બંધ છે.જો કે 2013માં ટ્રાયલ કોટે દ્વારા તેમને નિર્દોષ છોડી દીધા પછી હાઇકોર્ટે તે ચૂકાદાને ઉલ્ટાવી નાંખ્યો હતો.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *