કોર્ટના નિર્ણય પહેલા સાક્ષી મહારાજની ભવિષ્યવાણી, કહ્યું આ તારીખથી શરૂ થશે રામમંદિરનું નિર્માણ

શેર કરો

ભાજપના નેતા અને ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે વિવાદિત નિવેદન આપતા કહ્યું છે કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ 6 ડિસેમ્બરથી શરૂ થઇ જશે. આકસ્મિક રીતે 6 ડિસેમ્બર એ તારીખ છે જ્યારે વર્ષ 1992 માં અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી.
સાક્ષી મહારાજે કહ્યું હતું કે, આખા વિશ્વની અને ભારતના તમામ ધર્મચાર્યોની નજર અને હું તો કહીશ કે દેવી-દેવતાઓની નજર પણ માનનીય સુપ્રીમ કોર્ટની ઉપર છે. ચાર અઠવાડિયામાં જે નિર્ણય આવશે, તે ભગવાન રામના પક્ષમાં જ આવશે.વધુમાં તેમણે કહ્યું હતું કે, જેમ ઉપર ભગવાન છે અને પૃથ્વી પર જજ ભગવાન છે તો નીચેવાળા ભગવાન ઉપરવાળા ભગવાનની તરફેણમાં જ નિર્ણય કરશે. તેમણે કહ્યું કે અયોધ્યામાં બે દિવાળી ઉજવાશે. એક દિવાળી ભગવાન શ્રી રામના આગમન પર ઉજવવામાં આવે છે અને બીજી ભગવાન રામની તરફેણમાં આવનારા નિર્ણય પર ઉજવવામાં આવશે.સાંસદ સાક્ષી મહારાજે આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, અયોધ્યાના મુદ્દાને લોકોએ ફસાવી દીધો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે જેવી રીતે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ના મુદ્દાનું સમાધાન કર્યું હતું. તે જ રીતે મંદિર અંગે નિર્ણય આવ્યા પછી એક પણ પણ શકશે નહીં (કોમી તોફાન થશે નહીં). તેમણે કહ્યું કે હિન્દુઓ અને મુસ્લિમો બધાં સુપ્રીમ કોર્ટના સ્વાગત કરશે.આ સાથે જ સાક્ષી મહારાજે કહ્યું હતું કે, એ વાત તાર્કિક છે કે મંદિરનું નિર્માણ તે જ તારીખે થવું જોઈએ જ્યારે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. આ સપનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રયત્નોને કારણે સાકાર થવા જઈ રહ્યું છે.તદુપરાંત સદાક્ષી મહારાજે કહ્યું હતું કે, મંદિરના નિર્માણમાં મદદ કરવા માટે હિન્દુઓ અને મુસ્લિમો એક સાથે આવવા જોઈએ. સુન્ની વકફ બોર્ડને એ હકીકત સ્વીકારી લેવી જોઈએ કે બાબર એક હુમલો કરનાર હતો અને તેનો પૂર્વજ નહોતો.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *