ગણેશજીના પ્રિય અને ખાસ છે આ 4 નામવાળા લોકો, હંમેશા બની રહેછે તેમની કૃપા..જાણીલો ક્યાંક તમે જ નથીને…

શેર કરો

કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં પૂજાતા અને સૌના સંકટ દુર કરતા દેવ શ્રી ગણેશની જો દિલથી પૂજા અને પ્રાથના કરવામાં આવે તો બધામાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે. હિંદૂ સંસ્કૃતિ અને પૂજામાં ભગવાન શ્રીગણેશજીનું શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે.




દરેક શુભ કાર્યમાં સૌ પ્રથમ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભગવાનની પૂજા-પ્રાર્થનાના શુભકામનાઓ મળે છે, પરંતુ ગણેશજીની પૂજા-અર્ચના માટે બુધવારનો દિવસ સૌથી ખાસ છે. માટે આમ તો દરેક લોકો પર ગણેશજી મહેરબાન રહે છે પરંતુ આજે આ લેખમાં એ લોકો વિષે વાત કરી છે કે જે ગણેશજીના પ્રિય અને ખાસ માનવામાં આવે છે, તો જાણીલો ક્યાંક એ તમે જ નથીને…



A નામવાળા લોકો :



શ્રી ગણેશ સંહિતા અનુસાર, મંગલમૂર્તિ ગણેશની તીવ્ર બુદ્ધિ અને સમજદારતાથી બધા દેવતાઓમાં પહેલા પૂજા કરવામાં આવે છે. ગણેશની કૃપાથી આ નામવાળા લોકોને આર્થિક લાભ મળી રહ્યો છે.



આ લોકો માટે ખાસ એવું માનવામાં આવે છે કે જો પૈસાથી સંબંધિત અથવા કોઈ અન્ય સમસ્યા હોય તો બુધવારે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે. આમ આ લોકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે. પરિવારમાં ખુશીઓ રહેશે અને સાથે સાથે કોઈ મહાન સમાચાર મળશે. આમ જો કોઈ છોકરી અથવા છોકરાનું નામ અંગ્રેજીમાં A અક્ષરથી શરૂ થાય છે, તો આવી વ્યક્તિઓ ખૂબ ભાવનાશીલ એન પ્રેમાળ હોય છે.



D નામવાળા લોકો :



ભગવાન ગણેશના પ્રિય માનવામાં આવતા આ નામવાળા લોકો ખુબજ જ મહેનતુ અને દિલના સાફ હોઈ છે. જો કોઈ વ્યક્તિ આર્થિક સંકડામણથી પરેશાન હોય તો બુધવારે ભગવાન ગણેશને ગાયના ઘી અને ગોળ સાથે પ્રસાદ ધરાવો. આ કરવાથી, કુટુંબમાં સંપત્તિ ઝડપથી વધવા લાગે છે અને ગણેશની કૃપાથી તમામ કાર્ય પણ સરળતાથી થતા જોવા મળે છે. તેઓ જેઓ પણ કઈ કાર્ય કરે છે તે ઈમાનદારીથી જ કરતા જોવા મળે છે.





P નામવાળા લોકો :



એવું કહેવામાં આવે છે કે ફક્ત તેમનું ધ્યાન કરવાથી વ્યક્તિના જીવનની બધી સમસ્યાઓ હલ થાય છે. આ કારણોસર, કોઈપણ શુભ કાર્યો શરૂ કરતા પહેલા, શ્રી ગણપતિજીનું પૂજન કરવામાં આવે છે. આમ આ પી નામવાળા લોકો પર ભગવાન ગણેશની ખાસ કૃપા બનવા જઈ રહી છે. તેઓ ધનવાન પણ બનવા જઈ રહ્યા છે. તેઓ સામાન્ય રીતે હિંમત બતાવતા નથી, પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે તેઓ તે કામ પણ કરે છે જેની કોઈને અપેક્ષા નથી.



K નામવાળા લોકો :



k નામવાળા લોકો માટે એક ખુબ જ વિશેષ બાબત એ પણ છે કે, ભગવાન ગણેશની સાથે માતા લક્ષ્મી પણ તેમના પર આશીર્વાદ જાળવે છે. ભગવાન તેમના જીવનની દરેક મુશ્કેલીઓને ટાળે છે. તેઓ મોહક છે અને દરેકને સાથે રાખે છે. આ સાથે આ નામવાળા લોકો પ્રેમ અને સંબંધોને ખૂબ મહત્વ આપે છે. જેનું નામ કે થી શરૂ થાય છે તે વિશ્વાસુ માનવામાં આવે છે. અને તેઓ ક્યારેય કોઈનો વિશ્વાસ તોડતા નથી માટે જ ભગવાન ગણેશની વિશેષ કૃપા તેમના પર બની રહે છે.



મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *