જાણી લો જેસલ તોરલનો ઈતિહાસ અને તેની સમાધિ ભેગી થવા પર શું થશે…

શેર કરો

કાર્તિક હિરપરા: બોલશે ભારત ( સુરત )
આપણા ભારત દેશનો ઈતિહાસ ખુબ જ રહસ્યમય અને ખરેખર જાણવા જેવો છે. અંજાર એ ગુજરાતના કચ્છ ક્ષેત્રનું એક સુંદર શહેર છે, જેમાં કેટલાક આકર્ષક કિલ્લાઓ અને સ્મારકો છે.એવું કહેવામાં આવે છે કે ઘણી સદીઓ પહેલા આ પ્રદેશ લૂંટારૂઓનો વિસ્તાર હતો. કેટલાક દંતકથાઓ અનુસાર લોકો કહે છે કે, 1526 એ.ડી. માં આ જગ્યા જેસલ માટે પ્રખ્યાત હતી કારણ કે, અંજાર તાલુકા નુ ગામ જેસલ ને ઘરાસમાં મળ્યું હતું પણ ઘરાસ ના હિસ્સામાં વાંધો પડતાં બહારવટિયો ચઢ્યો હતો.અમારી ચેનલ ના નવા ઉપડૅટ તેમજ ન્યુઝ જાણવા 9099806809 નંબર પર મેસેજ કરો.વોટ્સઅપ ગ્રુપ માં સીધા જોડાવા માટે અહીં ક્લિક કરો.ચૌદમી સદીની મધ્યમાં એક તબક્કો છે જ્યાં કચ્છના લોકો જેસલની ચોરીથી ગભરાઈ ગયા હતા. એક દિવસ તેની ભાભીએ તેને પડકાર ફેંક્યો કે જો તે બહાદુર છે તો તેણે ‘તોરી’ ચોરી કરીને તે સાબિત કરી દેવું જોઈએ . જેસલે પડકાર ઉપાડ્યો હતો અને રાતે ઘોડો ચોરી કરવા આવ્યો હતો જ્યારે સાસતીયાના સ્થાન પર ભક્તિ ગીતો ગવાતા હતા.તોરી ઘોડી ની ખ્યાતિ ની વાતો બહાદુર બહારવટિયા જેસલ જાડેજા ના કાને પડી જેથી જેસલ એ આ ઘોડીને કોઈપણ પ્રકારેતેણે મેળવી લેવાનો નિર્ણય લઇ લીધો હતો.

અને આમ આ ઘોડી ચોરવાના ઈરાદે જેસલ એ અહી આ સ્થળે આવી પહોચે છે. અને અહી સૌ ભજનમાં વ્યસ્ય હતા તે સમયે જેસલ કાઠી રાજ ના ઘોડાર માં પ્રવેશે છે અને ઘોડી જેસલ ને જોઇને ખીલો જમીનમાંથી કાઢીને બહાર નીકળી જાય છે.ઘોડી પાસે ઉભેલા રખેવાળને જોઇને જેસલ ત્યાં જ ઘાસમાં છુપાઈ જાય છે અને આ રખેવાળએ ત્યારબાદ આ ખીલો ઘાસમાં ખોસી દીધો હતો અને જે જેસલ ના હાથ ની આરપાર નીકળી ગયો અને જેસલ ત્યાં જ જકડાઈ ગયો હતો. અને આટલું બધું દર્દ થવા છતાં પણ તેમણે મોમાંથી એક અવાજ પણ નહોતો કાર્યપ અને ચુપચાપ જ આ દર્દ સહન કર્યું હતું.અને થોડી વાર બાદ જ ભજન પણ પુરા થય્ક અને ફરી એ ઘોડી ઊછળકુદ કરવા લાગી માટે ફરી રખેવાળને થયું કે, અહી કોઈક તો છે જ. અને ત્યાં ઘાસ પાસે જોયું તો જેસલના હાથમાં ખીલો હતો અને તે કાઢીને તે રખેવાળ જેસલને ત્યાં કાઠી રાજ પાસે લઇ ગયો.જેસલથી ગુસ્સે થવાના બદલે કાઠી રાજએ તેણે તેની આ બહાદુરી માટે ખુબ જ પ્રસન થઈને તેના વખાણ પૂછ્યા અને તેનું નામ પૂછ્યું. અને જેસલે નામ ની સાથે કહી દીધું કે , હું કચ્છનો બહારવટિયો છું અને તમારી તોરી ને લેવા આવ્યો છું.કાઠી રાજેઆ સાંભળતા જ કહ્યું કે, તે તોરી રાણી માટે આટલી બધી તકલીફ ઉઠાવી તો જા તોરી એ તારી. ગેરસમજણ એ થઇ હતી કે જેસલ ઘોડીની વાત કરતો હતો.અને રાણીનું નામ પણ તોરી જ હતું. આમ આનો ખુલાસો જેસલે કાઠી રાજને સમજાવ્યો. સાસતીયા કાઠી એ કહ્યું તો ઘોડી પણ તમારી સમજો અને તમે તેણે ખુશી ખુશી જ લઇ જઈ શકો છો.આમ જેસલને ઘોડીની સાથે તોરલ પણ મળી હતી અને બંને તેના કચ્છ તરફ જતી વખતે વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ તોરલ વહાણ માં બેઠા હતા. પરંતુ ઘટના એવી બની હતી કે ત્યાં મધદરિયે ખુબ જ ભયંકર તોફાન આવ્યું હતું અને સૌ ડરી ગયા હતા, પરંતુ તોરલ ખુબજ સુંદર ચહેરે અને મો પર જરાક પણ દર વિના તેમ જ બેઠા હતા આ જોઇને જેસલ તેના પગે પડી જાય છે અને કહે છે,સતી તોરલ આ દરિયો ગાંડો થયો થયો છે, ડુંગરા જેટલા મોજા ઊછલે છે અને આ વહાણ હાલક ડોલક થઈ રહ્યું છે.ડૂબું કે ડૂબશે ડૂબું કે ડૂબશે થઈ રહ્યું છે. અને આવા સમયે આ મોતના તાંડવ આગળ તમામ મુસાફરો થર થર ધ્રુજે છે. અને સાથે હું પણ ખુબ જ ડરી ગયો ચ્યુ પરંતુ શું તમને આનાથી ડરનથી લાગતો ?અને ત્યારે સતી ના ભજન સ્વરૂપે તેના શબ્દો..પાપ તારું પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે..તારી બેડલીને બૂડવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહિ દઉં તેના જવાબ મા જેસલ પણ તેના પાપો સ્વીકારે છે… અને કહે છે.હરણ હરિયા વન ના મોરલા મારિયા તોરી સરોવર પાર જઈ ખવધન માંળીયા મેતો લૂંટી કુંવારી જાન રે વગેરે જેવા પાપો ના જેસલ સ્વીકાર કરે છેઅને  આ રીતે તેના અંતર ની નિર્દયતા અને પાપો નષ્ટ થઈ ગયા.આમ આ અહંકાર અને અભિમાન ઓગળી ગયું અને દરિયો પણ શાંત થઈ ગયો. થોડા જ સમયમાં તેના જીવન માં પલટો આવ્યો.  અને હૃદય પરિવર્તન થઇ ગયું. તેથી તેઓ સંત કવિ થયા અને જેસલ તોરલ એ ગુજરાત રાજ્યના કચ્છ ના અંજાર શહેરમાં જીવતા સમાધિ લીધી હતી.કચ્છ માં કહેવાય છે આ બે સમાધિઓ દરેક વર્ષે ખસતી ખસતીનજીક આવતી જોવા મળે છે.અને ખાસ વાત એ પણ માનવામાં આવે છે કે, આ દંતકથા છે કે આ સમાધિ દિવસેને દિવસે નજીક આવતા જાય છે અને લોકો એમ પણ માને છે કે જ્યારે આ કબરો એક થઈ જશે, ત્યારે આ દિવસ આ વિશ્વનો અંતિમ દિવસ હશે.મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..બોલશે ભારત ( સત્ય ની સાથે )અમારી ચેનલ ના નવા ઉપડૅટ તેમજ ન્યુઝ જાણવા 9099806809 નંબર પર મેસેજ કરો.વોટ્સઅપ ગ્રુપ માં સીધા જોડાવા માટે અહીં ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *