કેમ દર્શન કર્યા બાદ મંદિરની સીડી પર બેસવામાં આવે છે? વાંચો તેની પાછળનું આ કારણ

શેર કરો

કોઈ પણ મંદિરમાં દર્શન કર્યા પછી બહાર નીકળવું અને મંદિરની સીડી અથવા ઓટલે થોડો સમય બેસવાની પરંપરા છે. શું તમે જાણો છો કે આ પરંપરાનું કારણ શું છે ?  જો ન જાણતા હોવ તો આ લેખમાં તેના જ વિષે વાત કરી છે.


હકીકતમાં, મંદિરના પગથિયા પર બેસીને એક શ્લોક બોલવો જોઈએ. લોકો આજકાલ આ શ્લોકને ભૂલી ગયા છે. આ લેખમાં એ શ્લોક વિષે પણ વાત કરી છે. તો ખાસ જાણીલો તમે પણ…

આ શ્લોક નીચે મુજબ છે –  • अनायासेन मरणम् ,बिना देन्येन जीवनम्।
  • देहान्त तव सानिध्यम्, देहि मे परमेश्वरम् ।।

આ શ્લોકનો અર્થ અન્યાસેન મરણમ છે, એટલે કે, આપણું મરણ દુઃખ વિના થાય અને આપણે ક્યારેય માંદગીમાં પથારીમાં ન રહેવું પડે અને આ કષ્ટો ઉઠાવ્યા વિના જ મૃત્યુ પ્રાપ્ત થાય. “વિના દૈન્યેન જીવનમ” એટલે પરવાસતા વગરનુ સુખ અને શાંતિભર્યું જીવન આપો આજે મને મારુ બધુ કાર્ય મારી પોતાની જાતે કરી શકુ.દેહંતે તવ સનિધ્યામ એટલે જ્યારે પણ મૃત્યુ થાય ત્યારે ભગવાનની સામે રહેવું. ભીષ્મ પિતામહનું અવસાન થયું ત્યારે, ઠાકુર જી તેમની સામે હતા અને તેમનો ચહેરો જોઇને તેમના પ્રાણ ગયા હતા.

આમ જ્યારે આપણે મંદિર જોવા જઇએ છીએ, ત્યારે ભગવાનને ખુલ્લી આંખોથી જોવું જોઈએ, અને ભગવાનને નિહાળવા જોઈએ અને જયારે દર્શન કરીને બહાર ઓટલે કે સીડી પર બેસો ત્યારે એમને યાદ કરીને આ શ્લોક મનમાં ખુબ જ આસ્થા અને ભાવથી બોલવો જોઈએ.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *