તુલસીનો છોડ સુકાઈ જતો હોઈ તેમાં નાખીદો આ એક વસ્તુ, બારેમાસ રહેશે લીલોછમ…

શેર કરો

સદીઓથી આપણા ઘરના આંગણામાં તુલસીનો છોડ રોપવામાં આવે છે અને ઘરે ખાસ કરીને નાના નાના ધાર્મિક કાર્યક્રમોમાં અથવા તો હવાન કે પૂજા કરતી વખતે ખાસ તુલસીના પાનને ઉપયોગમાં લેવામાં આવે છે.
આ સાથે આપણી હિંદુ સંસ્કૃતિ અનુસાર તુલસીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તુલસીનું ઘણું મહત્વ છે અને ઘરમાં કોઈ ઝાડનો છોડ ન હોઈ તો પણ ચાલે પણ તુલસી નો છોડ હોવો જ જોઈએ એવું માનવામાં આવે છે.

ઘરની મહિલાઓ સવાર-સાંજ તુલસી પાસે દીવો પ્રગટાવે છે, તેની પૂજા કર્યા વિના જાણે તેમનો દિવસ શરૂ ન થાય. આપણે પ્રાચીન કાળથી તુલસીના છોડ તરીકે તુલસી માતાની પૂજા કરીએ છીએ.આજે પણ, તુલસીનો છોડ એટલો જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્દુ ધાર્મિક ગ્રંથો જણાવે છે કે તુલસીનો છોડ આદરણીય, પવિત્ર છે અને તેને દેવીનો દરજ્જો છે. આ જ કારણ છે કે તુલસીનો છોડ સામાન્ય રીતે હિન્દુ ધર્મના ઘણા ઘરોમાં જોવા મળે છે.એક પૌરાણિક માન્યતા છે કે ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી દેવતાઓનો વિશેષ આશીર્વાદ રહે છે. સકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે. આ સાથે આર્થિક લાભ પણ થાય છે. પણ ઘણી વખત એવું પણ બનતું જોવા મળે છે કે લીલોછમ આ તુલસીનો છોડ ક્યારેય સુકાઈ જતો જોવા મળે છે, આમ આ થવા પાછળ શાસ્ત્રો અનુસાર ઘણા બધા કારણો હોય છે.આમ જો તમે પણ તમારા ઘરનો તુલસીનો છોડ લીલોછમ રાખવા માંગતા હોવ તો આજે આ લેખમાં એ વસ્તુ વિષે વાત કરી છે કે જે તુલસીના છોડમાં નાખવાથી તે બારેમાસ હર્યોભર્યો અને લીલોછમ રહેશે, તો જાણીલો તમેપણ આ વસ્તુ વિષે…

90 ટકા માટી અને 10 ટકા છાણ ખાતર લો અને તેમાં સારી રીતે ભેળવી દો અને આમાં તુલસીનો છોડ રોપવાથી તે બારેમાસ સારો અને તાજો રહે છે, આ સાથે સાથે એક ખાસ બાબત એ પણ ધ્યાનમાં રહે કે, આમાં રસાયણિક ખાતરોનો ઉપયોગ કરવો નહિ. તુલસી એક આયુર્વેદિક દવા પણ છે અને રાસાયણિક ખાતરો તેની ગુણધર્મોને નષ્ટ કરી શકે છે.માટીમાં નાખો આ વસ્તુ :આપણી હિંદુ સંસ્કૃતિ અનુસાર ગાય ને પણ માતા તરીકે પૂજવામાં આવે છે અને તેનું પણ ઘણું બધું મહત્વ છે.  ગાયનું છાણ ખૂબ સારું ખાતર માનવામાં આવે છે, તેને સુક્વયા બાદ તેને માટીમાં નાખીદો. આ કુદરતી ખાતરનું કામ કરશે, જે સરળતાથી ઘરના બગીચામાં તુલસીનો છોડ વૃદ્ધિ પામશે. આ છોડ પણ ઝડપથી વિકસશે અને આ દરેક મોસમમાં લીલોતરી રાખશે.પુરાણોમાં લખ્યું છે કે તુલસી પૂજા રોજ કરવી જોઈએ. તુલસીના છોડને રોજ પાણી આપવાથી ફાયદો થાય છે. સાંજે, તુલસીના છોડની નજીક દીવો મૂકવામાં આવે છે. તુલસી માતાની ઉપાસનાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘરમાં તુલસીના છોડની દૈનિક પૂજા કરવાથી ઘરની વાસ્તુ ખામી અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. પરિવારની આર્થિક સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો થાય છે. ઘરમાં પ્રવર્તતી નકારાત્મક ઉર્જા પણ સમાપ્ત થાય છે.તુલસીને પણ વાસ્તુશાસ્ત્રમાં મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. આ મુજબ જો ઘરમાં કોઈ પ્રકારનો વિસંગત અથવા ખામી હોય તો તુલસીનો છોડ લાવો. તે દક્ષિણપૂર્વથી ઉત્તર પશ્ચિમ સુધી કોઈપણ જગ્યાએ વાવેતર કરી શકાય છે. જો કે તુલસીનું વાવેતર કોઈપણ ઋતુમાં કરી શકાય છે, પરંતુ સપ્ટેમ્બરથી નવેમ્બરનો મહિનો વાવેતર માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

તુલસીના છોડને પાણી આપતી વખતે ધ્યાનમાં રાખો આ બાબત :તુલસીના છોડમાં પહેલા પાણીને યોગ્ય રીતે ઉમેરો, પરંતુ તે પછી માટી ભીની થાય ત્યાં સુધી તેને છોડી દો. શિયાળામાં, તમે 4-5 દિવસમાં એકવાર પાણી પણ ઉમેરી શકો છો.તુલસીના વિવિધ પ્રકારનાં છોડનો સંદર્ભ છે. તેમાંથી શ્રી કૃષ્ણ તુલસી, લક્ષ્મી તુલસી, સફેદ તુલસી, ભૂમિ તુલસી, રામ તુલસી, નીલ તુલસી, રક્ત તુલસી, વન તુલસી અને જ્ઞાન તુલસી વગેરે જેવા ખુબ જ જાણીતા છે. જો તુલસીના પાન નિયમિત રીતે ખાવામાં આવે તો તે કાન, પવન, કફ, તાવ, ખાંસી અને હ્રદયરોગની બીમારીઓમાં રાહત અને બીમારીઓથી બચવા માટે ખૂબ ફાયદાકારક છે.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *